નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટ સામે એક વિચિત્ર કેસ આવ્યો છે જેમાં પ્રેમી કોર્ટ સામે એક ખાનગી લેબમાં કરાવેલા રિપોર્ટ સાથે આવી પ્રેમિકા ના સંબંધ થકી થયેલા સંતાનની કસ્ટડી માગી રહ્યો છે. જ્યારે બીજી તરફ પત્ની પાસેથી મળેલા દગા છતાં સંતાન પ્રેમીનું હોય તો પણ સ્વીકારવાની તૈયારી સાથે પતિ પણ કોર્ટના દ્વાર સમક્ષ ન્યાયની અપેક્ષા સાથે ઉભો છે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સંતાનની કસ્ટડી માટે પતિ અને પ્રેમી બંનેએ દાવો કર્યો છે. જોકે પત્નીએ બાળક કોનું છે તે કહેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો, પરંતુ આ તરફ પ્રેમી ખાનગી લેબોરેટરીનો ડીએનએ રિપોર્ટ લઈ તેણે કોર્ટમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટ જ્યારે કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો ત્યારે પતિ સાવ ભાંગી પડ્યો હતો. ત્યારે કોર્ટ સમક્ષ એવી વાત કરી હતી કે, ભલે સંતાન પ્રેમીનું હોય તોપણ પોતે સ્વીકારવા માટે તૈયાર છે.
આ ઘટનામાં કોર્ટ સમક્ષ પતિ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, પત્ની દ્વારા જે વ્યક્તિ સાથે આ અનૈતિક સંબંધ રાખવામાં આવ્યા છે તે વ્યક્તિ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. આ વ્યક્તિ સામે તેની જ પત્નીએ છુટાછેડાનો કેસ પણ કરેલો છે. એટલે ગુનાહિત માનસિકતા ધરાવતા આ શખ્સને બાળકની કસ્ટડી આપવી યોગ્ય નથી. જો કે હાઇકોર્ટે વખતે કહ્યું હતું બાળકના પિતા હશે તેને કાયદા પ્રમાણે બાળકની કસ્ટડી આપવામાં આવશે.
કોર્ટે આ ઘટનામાં વચગાળાની વ્યવસ્થા કરતા હાલ પુરતું પતિ અને પ્રેમી બંનેને બાળકને મળવાનો હક આપ્યો છે. આ ઉપરાંત બંનેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો છે. જેનો રિપોર્ટ આવ્યા પછી જ આ બાળકની કસ્ટડીનો અંતિમ નિર્ણય ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











