નવજીવન ન્યૂઝ.બાલાસિનોર: બાલાસિનોર ખાતે પિપલોદ ગામે એક સગીર વયની દીકરીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજયું હતું. આ રહસ્ય પરથી આખરે પડદો ઊચકાયો છે. આ ઘટનામાં ખેતર માલિક સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. ગત ૯મી તારીખે આ ઘટના બની હતી. જેમાં બાલાસિનોર પોલીસે તપાસ દરમિયાન કેટલાક મહત્વના તથ્યો ઉકેલી કાઢયા છે.
વણકર સમાજની દીકરીના મૃત્યુના પાંચ દિવસમાં પોલીસને કેટલીક મહત્વની વિગતો મળી આવી છે બાલાસિનોર પોલીસને મળેલી ફરિયાદ મુજબ રજનીકાંત મગનભાઈ વણકર જે પિલોદરા ગામ ખાતે રહે છે, તેમણે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ પ્રમાણે તેમના ગામમાં સમાજના લગ્ન હતા. આ પ્રસંગ દરમિયાન વરઘોડાના સમયે ત્યાં પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. તે વખતે તેમને ખબર પડી કે તેમની દીકરી ઘરની પાછળના ભાગે કરી રહી છે. તેઓએ ત્યાં તપાસ કરતા દીકરી જોન્ટી ઉર્ફે ગૌરાંગ નામના શખ્સ સાથે ઊભી હતી. એ વખતે રજનીકાંત અને જોન્ટી વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.
ઝપાઝપી દરમિયાન જોન્ટી અને તેમની દીકરી બંને ત્યાંથી ભાગી ગયા હતા. પિતાએ ઘરે આવીને પણ તપાસ કરી પરંતુ દીકરી ક્યાય તેમને મળી આવી નહીં.
ઝપાઝપી બાદ દીકરી પિતાના ડરથી સીમ તરફ દોડી ગઇ હતી. જ્યાં બળદેવભાઈના ખેતરમાં પસાર થતાં ઈલેક્ટ્રીક કરંટથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બાબતની જાણ બળદેવભાઈને થઈ ત્યારે પોતાના માથે કોઈ કાયદાકીય તલવાર ન લટકે તે કારણે તેમણે મૃતદેહને પોતાના ખેતરમાંથી ખસેડી અન્ય ખેતરના શેઢા પર મૂકી દીધો હતો અને ઇલેક્ટ્રિક સ્ત્રોત પણ તેમણે સગેવગે કરી દીધો હતો જેના થકી ખેતરમાં વાવેલી બાજરી ને સાચવવા માટે તેમણે કરંટ છોડ્યો હતો.
પિતાએ ઘણી શોધખોળ કરી પણ પછી બીજા દિવસે સવારે તેમને ખબર પડી કે તેમની દીકરીની લાશ ખેતરમાં પડી છે. જેથી તેઓ ત્યાં દોડી ગયા અને લાશ જોઇ તેમને ખબર પડી કે આ તેમની દીકરી જ છે. તે બાબતે તેમણે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. 17 વર્ષની દીકરીના મૃત્યુના સમાચાર પરિવાર અને સમાજ માટે આઘાત જનક હતા.
આ કિશોરીએ હાલમાં જ તેની ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આવ્યું હતું, જોકે રીઝલ્ટ આવતા પહેલાં જ તે મૃત્યુ પામી હતી. ૧૨ સાયન્સની પરીક્ષામાં નાપાસ થઈ હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











