નવજીવન ન્યૂઝ. હાલોલ: બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન આજે પંચમહાલના મોઘેરા મહેમાન બન્યા હતા. ઔધોગિક નગરી ગણાતા હાલોલ પાસેના મસવાડ ખાતે 650 કરોડ રૂપિયાના ખર્ચે ઉભા કરવામા આવેલા JCB મેનૂફેક્ચરિંગ પ્લાન્ટનૂ ઉદ્દઘાટન કર્યું હતું.તે મની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
પંચમહાલની ઔઘોગિક નગર ગણાતા હાલોલની વણથંભી વિકાસયાત્રામાં વધુ એક યશકલગી ઉમેરાઇ છે. હાલોલ ગુજરાતની બીજા નંબરની જીઆઈડીસી ગણાય છે. અહી રાષ્ટ્રિયથી માંડીને બહુરાષ્ટ્રિય કંપનીઓના પ્લાન્ટ આવેલા છે. હાલોલ જીઆઈડીસી વિસ્તારના મસવાડ ખાતે 650 કરોડના ખર્ચે બનાવામા આવેલા JCB મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનુ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સને મુલાકાત લઇ પ્લાન્ટનુ ઉદ્ધાટન કર્યુ હતું.
JCB મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની મુલાકાત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, JCB ગ્રુપના ચેરમેન લોર્ડ બામફોર્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓ અને અધિકારીઓને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ યુકેના વડાપ્રધાન સાથે પ્લાન્ટની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ૧૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે ગુજરાતમાં આ ફેકટરીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં વૈશ્વિક ઉત્પાદન એકમો માટે પાર્ટ્સનું નિર્માણ કરવામા આવશે. જેનાથી ૧૨૦૦ જેટલી નોકરીની સીધી તકો ઉપલબ્ધ થશે. આ પ્રસંગે કંપનીના સીઈઓ અને એમડી દિપક શેટ્ટીએ આ સમગ્ર પ્રોજેક્ટમાં સુંદર સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. JCB પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત વખતે બ્રિટનના PM બુલડોઝર પર બેસીને ખુશખુશાલ જણાયા હતા.
બુલડોઝરની માંગ વધતા JCB કંપની દ્વારા છઠ્ઠા પ્લાન્ટ માટે ગૂજરાતના હાલોલની પસંદગી કરવામા આવી હતી. કોઈ વિદેશના પીએમ જીલ્લાની મુલાકાત લેવા આવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. JCB કંપનીની બુલડોઝર સહિતના અન્ય મશીનની માંગ વધી છે. જેની દેશ-વિદેશમા નિકાસ કરવામા આવશે. બ્રિટનના વડાપ્રધાનની મુલાકાતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











