નવજીવન.ગાંધીનગર:
ગુજરાતના આઠ શહેરોમાં ફરીથી રાત્રી કરફ્યૂ લંબાવવામાં આવ્યું છે. અગાઉ ૨૦ ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ અમલમાં મૂક્યા હતું. જો કે તેની અવધિ પૂર્ણ થતાં આજે ફરી એકવાર સરકાર તરફથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં રાત્રે ૧ વાગ્યાથી ૫ વાગ્યા સુધીનો કરફ્યૂ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવા માં આવ્યો છે.
આગામી સમય ક્રિસમસ જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. જેના પૂર્વ તયારી રૂપે વિશેષ કોઈ નિર્ણયનો ઉલ્લેખ આ જાહેરાતમાં કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છેકે ૩૧ ડિસેમ્બરના દિવસે અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરતા હોય છે. જેના કારણે મહામારીને ધ્યાનમાં લઈને તકેદારીના પગલાં લેવાય તે આવશ્યક છે. હાલ સરકારે કરેલી જાહેરાતમાં આ દિવસે કોઈ ખાસ નિર્ણય લેવાયા હોય તેનો કોઈ ઉલ્લેખ ન હોવાના કારણે એવું માનવામાં આવે છે કે સામન્ય દિવસના કરફ્યૂની જેમ જ આ દિવસે કરફ્યૂ રહેશે. આગામી સમયમાં સરકાર કોઈ જાહેરાત કરે તો નવાઇ નહીં.
ગુજરાતમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ અલગ અલગ જિલ્લાઓમાં સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ શાળાઓમાં ઓફ્લાઇન અભ્યાસ શરૂ થતાં બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ત્રીજી લહેરની અગમચેતીના રૂપે કરફ્યૂમાં વધારાની છૂટછાટ આવામાં આવી નથી.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









