જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં પોલીસકર્મીઓને કાયદાનું પાલન કરવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) વડા દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. DGP વિકાસ સહાય (Vikas Sahay) દ્વારા છેલ્લા બે દિવસમાં બે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પરિપત્રમાં પોલીસકર્મીને સોશિયલ મીડિયાની આચાંરસહિતા બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે ગઈકાલે જાહેર કરેલા પરિપત્રમાં પોલીસ કર્મીને સામાન્ય નાગરિકની જેમ ટ્રાફિક નિયમનનું (Traffic Rules) પાલન કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઈને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસકર્મીઓ સામે ટ્રાફિક ડ્રાઈવ (Traffic Drive) યોજવામાં આવી હતી.

DGP દ્વારા પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેને લઈને આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) એક્શનમાં જોવા મળી રહી છે. પોલીસકર્મીઓને ટ્રાફિકનું પાલન કરાવા માટે અમદાવાદ પોલીસ હેડ ક્વોટર્સ પાસે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક ACP અશોક રાઠવા અને તેમની ટીમ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના વાહન, પોલીસનું લખાણ, કાળા કાચ, સી બેલ્ટ, હેલ્મેટ બાબતે ટ્રાફિકના નિયમો તોડતા પોલીકકર્મીઓને ઝડપી પાડીને દંડ વસુલવામાં આવ્યો હતો. આ ડ્રાઈવમાં પોલીસના સરકારી વાહનમાં સીટ બેલ્ટ ન પહેરનારા પોલીસકર્મીને પણ દંડ આપવામાં આવ્યો હતો.
આ ટ્રાફિક ડ્રાઈવ અંગે ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા સામાન્ય માણસો પાસે જ્યારે ટ્રાફિકના નિયમ જેમ કે હેલ્મેટ, કાળા કાચ અને સીટ બેલ્ટને લઈને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આક્ષેપ કરવામાં આવતો હોય છે કે, માત્ર સામાન્ય માણસો સામે જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને પોલીસકર્મી દ્વારા ટ્રાફિક નિયમનું પાલન ન કરવામાં આવે તો તેમની સામે આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વાત DGP ગુજરાતના ધ્યાને આવતા તેમના દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ કર્મીઓને ચૂસ્તપણ ટ્રાફિક નિયમનું પાલન કરવા સુચન કરવામાં આવ્યું છે. આ પરિપત્ર અનુસધાને આ ટ્રાઈવ ચલાવામાં આવી છે.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 9079