નવજીવન ન્યૂઝ. ખંભાળિયા: ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પુત્રીને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાના કિસ્સામાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો પહેલા ખંભાળિયામાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખની પુત્રીએ આત્મહત્યા કરી લીધી હતી, જેમાં સામે આવ્યું હતું કે યુવતીએ ભાવિ પતિ સાથે ઝગડો થયા બાદ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં ભાવિ જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
ખંભાળિયામાં ગાયત્રીનગરમાં રહેતા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન જોશીની પુત્રી હેમંગીની સગાઈ રત્નદીપ ખેતીયા નામના યુવક સાથે થઈ હતી, પરંતુ સગાઈના થોડા સમય બાદ જ તે હેમાંગી સાથે નાની નાની વાતોમાં ઝગડા કરતો હતો જેના કારણે તેમની સગાઈ તોડી નાખી હતી. તેમ છતાં રત્નદીપ હેમાંગીને સગાઈ ન તોડવા દબાણ કરો હતો અને હેમાંગીને કોઈ સગા-સંબંધી સાથે બહાર જવાની પણ ના પાડતો હતો.
આ ઉપરાંત તે હેમાંગીને સોશિયલ મીડિયામાં પોતાના ફોટા શેન ન કરવા વારંવાર દબાણ કરતો હતો. યુવતીની આત્મહત્યા પહેલા રત્નદીપે સોશિયલ મીડિયામાં ફોટા શેર કરવા બાબતે ઝગડો કર્યો હતો. તેના આવા માનસિક ત્રાસથી કંટાળીને હેમાંગીએ ગત 6 મેના રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનું પગલું ભરી લીધું હતું. ત્યાર બાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન જ યુવતીનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ યુવતીની માતાએ જે ફરિયાદ નોંધાવી તેના ઉપરથી પોલીસે યુવતીને આત્મહત્યા કરવા માટે મજબુર કરવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.