નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ ગુજરાતમાં બહુ મોટો સાયબર ફ્રોડ રેકેટ સામે આવ્યો છે, જેમાં આશરે 21.37 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવ્યું છે. ભાવનગર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ખાસ કાર્યવાહી દરમિયાન આ ગેંગનો ભાંડો ફોડવામાં આવ્યો છે અને કુલ 10 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કેવી રીતે ચાલતું હતું રેકેટ
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ગેંગ ‘મ્યુલ એકાઉન્ટ’ના માધ્યમથી સાયબર ફ્રોડની રકમ ફેરવતો હતો. આરોપીઓ ગરીબ અને અજાણ લોકોને નાની રકમનો લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા અને પછી તે એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે કરતા હતા. કુલ 134 જેટલા આવા એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પૈસા વિદેશ સુધી પહોંચતા
ફ્રોડની રકમને ઝડપથી અલગ-અલગ એકાઉન્ટમાં ફેરવીને ટ્રેસ કરવી મુશ્કેલ બનાવવામાં આવતી હતી. બાદમાં આ પૈસા કેશમાં કાઢીને હવાલા માધ્યમથી અથવા ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી વિદેશ મોકલવામાં આવતા હતા.
ત્રણ વર્ષથી સક્રિય ગેંગ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ભાવનગર, રાજકોટ, સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં સક્રિય હતી. આ રેકેટ સાથે જોડાયેલા 272થી વધુ ફરિયાદો નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાઈ ચુકી છે.
મુખ્ય આરોપી ફરાર
આ સમગ્ર રેકેટનો સૂત્રધાર દશરથ ધંધાલિયા હોવાનું સામે આવ્યું છે, જે હાલ દેશ છોડીને ફરાર હોવાનું માનવામાં આવે છે. પોલીસે તેના સાગરિતોને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી ભરૂચમાં તપાસના કામે હતો ત્યારે તે જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.
કોની કોની સામે કાર્યવાહી?

GujCTOC હેઠળ કાર્યવાહી
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓ સામે ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GujCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાયદા હેઠળ કડક સજાની જોગવાઈ હોય છે. આપને જણાવી દઈએ કે સાયબર ક્રાઈમના ગુનામાં ગુજરાતના ઈતિહાસમાં નોંધાયેલી આ બીજી ફરિયાદ છે જેમાં ગુજસીટોક લગાવાયો હોય. અગાઉ આવો કેસ સુરતમાં નોંધાયો હતો અને તેમાં પણ આરોપી આ જ હતો. ASP ઘનશ્યામ ગૌતમ (ASP Ghansyam Gautam) ની ટીમ દ્વારા આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરાયો છે. અત્યાર સુધીમાં ભાવનગર એસપી નિતેશ પાંડે દ્વારા અલગ અલગ ત્રણ ગુજ્છી ટોક દાખલ કરવામાં આવેલ છે








