નવજીવન ન્યૂઝ.રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ગતિવિધિઓ સાથે જોડાયેલા શખ્સોના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી છે. ઉત્તરપ્રદેશથી આવેલું આ કલ્ચર હવે ગુજરાતનું કલ્ચર બની ગયું છે. આવામાં રાજકોટમાં (Rajkot) બુટલેગરના ઘરો પર બુલડોઝરવાળી કરવામાં આવી છે. હાલમાં જ આવેલા અહેવાલો પ્રમાણે 55 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. આજે વહેલી સવારે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન 38 બુટલેગરના ઘર તોડી પાડવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા રાજકોટમાં ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સ્પષ્ટ મેસેજ આપી રહી છે કે ગુજરાતમાં જો દારુ વેચ્યો તો ઘર નહીં બચે. ગુજરાતમાં ગેરકાયદે ગતિવિધિ કરી તો ઘર નહીં બચે. જોકે બીજી બાજુ હાલમાં જ સુરતમાં ભાજપ નેતાની પણ ધરપકડ કરવામાં આવી છે. જે નેતા અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ છે. ખેર તે વાત અલગ છે. અહીં આપણે મૂળ મુદ્દા પર પાછા આવીએ તો રાજકોટમાં 38 બુટલેગરના ગેરકાયદે એવા 55 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. રાજકોટના રૈયાધાર પરશુરામ ટેકરી નજીક આજે સોમવારે વહેલી સવારે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર તૈનાત હતો.
ઉલ્લેખનીય છે કે હમણાં શુક્રવારે જ રાજકોટમાં આરોપી અજય માનસિંહ પરસોંડાના પોપટપરા શેરી ખાતે આવેલું ઘરને ડિમોલિશ કરવામાં આવ્યું છે. આ શખ્સ સામે મારામારી, અપહરણ, રાયોટિંગ, વાહન ચોરી, ચીલઝડપ સહિતના ઘણા ગુનાઓ અગાઉ નોંધાઈ ચુક્યા છે. અહીં ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તરફથી જ પોલીસને સ્પષ્ટ સૂચના છે કે જે ગુંડાતત્વો વારંવાર ગુનાઓ કરવાની ટેવવાળા છે તેવા શખ્સોની યાદી તૈયાર કરવામાં આવે. તેમના ગેરકાયદે વીજ કનેક્શન કાપી દેવામાં આવે. તેમના ગેરકાયદે મકાનો-દૂકાનો-ઈમારતોને બુલડોઝરથી ધરાશાયી કરી દઈ જમીન તેમના કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવે.
તેમની સૂચનાઓ પ્રમાણે હાલમાં યુનિવર્સિટી પોલીસ ખાતે 38 જેટલા ગુંડાતત્વોના ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે.
કોના પર થઈ બુલડોઝરવાળી, જાણો તેમના નામ અને ગુનાઓ
રૂપલ ઉર્ફે ઋત્વી મુકેશ મકવાણા , પ્રોહિબિશનના 21 ગુના
ચંદા પ્રદીપ મુખર્જી , પ્રોહિબિશનના 12 ગુના
જાનુ રમેશ વાજેલિયા , પ્રોહિબિશનના 27 ગુના
શહેજાદ ઉર્ફે નવાજ જલવાણી , પ્રોહિબિશનના 2, શરીર સંબંધના 4 અને મિલકત સંબંધના 3 ગુના
રાહુલ રાજુ ચૌહાણ , પ્રોહિબિશનના 8, શરીર સંબંધના 2 અને મિલકત સંબંધનો 1 ગુનો
કૌશલ ઉર્ફે કરણ મકવાણા , પ્રોહિબિશનના 4 અને શરીર સંબંધના 6 ગુના
નાથી ગોવિંદ ચાણકિયા , પ્રોહિબિશનના 9 ગુના
રાજુ ધીરુ વઢવાણિયા , પ્રોહિબિશનના 5 ગુના
જયા રાયધન સાડમિયા , પ્રોહિબિશનના 16 ગુના
નીમુ રાજુ વઢવણિયા , પ્રોહિબિશનના 10 ગુના
કંકુ કેશુ વાજેલિયા , પ્રોહિબિશનના 5 ગુના
ચંપા મનસુખ વાજેલિયા , પ્રોહિબિશનના 13 ગુના
વસંત પ્રવીણ સાડમિયા , પ્રોહિબિશનના 8 ગુના
રાયસિંહ કેશુ વાજેલિયા , પ્રોહિબિશનના 8 ગુના
વિક્રમ કેશુ વાજેલિયા , પ્રોહિબિશનના 9 ગુના
આનંદ ઉર્ફે બાબુ પરમાર , પ્રોહિબિશનના 7 અને શરીર સંબંધના 3 ગુના
પ્રકાશ ડાયા જાદવ , પ્રોહિબિશનના 8 અને શરીર સંબંધના 3 ગુના
ભૂપત દીપસિંહ ચૌહાણ , પ્રોહિબિશનના 11 ગુના
કિરણ જગદીશ પરમાર , પ્રોહિબિશનના 8 ગુના
ગુલાબ કમીશ સાડમિયા , પ્રોહિબિશનના 20 ગુના
ઉષા વિશાલ વાઘેલા , પ્રોહિબિશનના 7 ગુના
ગીતા વિનોદ મકવાણા , પ્રોહિબિશનના 12 ગુના
લાલા બીજલ ભોણિયા , પ્રોહિબિશનના 12 અને શરીર સંબંધના 4 ગુના
હસમુખ બાબુ મકવાણા , પ્રોહિબિશનના 4 અને શરીર સંબંધના 2 ગુના
ભીખા ભાનુ અઘારિયા , પ્રોહિબિશનના 16 ગુના
નયના કેશુ જખાનિયા , પ્રોહિબિશનના 14 ગુના
મનસુખ જકશી વાજેલિયા , પ્રોહિબિશનના 8 ગુના
તૌફીક બસીર ખાંડુ , પ્રોહિબિશનના 12, શરીર સંબંધના 3 અને મિલકત સંબંધના 6 ગુના
રાજેશ બીજલ ભોણિયા , પ્રોહિબિશનના 7 અને શરીર સંબંધના 4 ગુના
ડિમ્પલ સાગર સાડમિયા , પ્રોહિબિશનના 10 ગુના
વસંત બાબુ વાજેલિયા , પ્રોહિબિશનના 10 ગુના
સાયરા મહેબૂબ મુનશી , પ્રોહિબિશનના 14 ગુના
કંચન હિતેશ પરમાર , પ્રોહિબિશનના 8 ગુના
કાજલ મહેશ સાડમિયા , પ્રોહિબિશનના 13 ગુના
પીયૂષ પરેશ ડાભી અને ઋત્વિક પરેશ ડાભી , પ્રોહિબિશનના 6, શરીર સંબંધના 5 અને મિલકત સંબંધનો 1 ગુનો
ખુશાલ હમીરભાઇ મેરિયા , પ્રોહિબિશનના 4 અને શરીર સંબંધના 4 ગુના
વાલજી ઉર્ફે પતારિયો લાલજીભાઈ સડામિયા , પ્રોહિબિશનના 9, શરીર સંબંધના 6 અને મિલકતના 3 ગુના
મુની અલ્તાફ પરમાર , પ્રોહિબિશનના 15 ગુના
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








