Tuesday, May 26, 2026
HomeGujaratGandhinagarગુજરાત બોર્ડઃ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

ગુજરાત બોર્ડઃ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચચર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટે માર્ચ 2023 ની બોર્ડ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર પરિક્ષા અંગેની માહિતી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર(Kuber Dindor) દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી. 14 માર્ચથી બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થશે. આ પરિક્ષા 29 માર્ચ સુધી ચાલશે. પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચન માટે રજા મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે અને 28 માર્ચ 2023ના રોજ પરિક્ષા પૂર્ણ થશે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે અને 29 માર્ચએ પરિક્ષા પૂર્ણ થશે, જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પરિક્ષા 14 માર્ચથી 25 માર્ચ સુધી યોજાશે. વિદ્યાર્થીઓને પરિક્ષા ભારણ ન બને તે બાબતને ધ્યાનમાં લેઈને છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડની પરિક્ષામાં બે પેપર વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવે છે. એજ પ્રમાણે આ વર્ષે પણ બે પેપર વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular