Thursday, March 12, 2026
HomeGujaratગુજરાત ATSના DySP ભાવેશ રોજીયાને ચોક્કસ બાતમી મેળવવા માટે મળ્યો ઇન્ડિયન કોસ્ટગાર્ડ...

ગુજરાત ATSના DySP ભાવેશ રોજીયાને ચોક્કસ બાતમી મેળવવા માટે મળ્યો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડીજી ડેસ્ક એવોર્ડ

- Advertisement -

દેવલ જાદવ (અમદાવાદ):ગુજરાતમાં સતત પકડવામાં આવતા ડ્રગ્સ પાછળ રહેલા ભાવેશ રોજીયાને સારક પણ બિરદાવી રહી છે. ભાવેશ રોજીયા (Bhavesh Rojiya)ને તેમને મળતી ચોક્કસ બાતમીના આધારે પકડવામાં આવી રહેલા ડ્રગ્સ માટે અલગ અલગ ઇનામ પણ આપવામાં આવી રહ્યા છે. અગાઉ મોરબી કેસમાં પકડાયેલા ડ્રગ્સ માટે તેમને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કોસ્ટગાર્ડ ડીજી ડેસ્કનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયામાં તસ્કરી કરતા ડ્રગ્સ તસ્કરોને પકડવાના 4 સફળ ઓપરેશન માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભાવેશ રોજીયાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.



- Advertisement -

ગઈકાલે ગુજરાતની દરિયાઈ સીમામાં ડ્રગ્સની તસ્કરી કરતા છ પાકિસ્તાની તસ્કરોને ગુજરાત ATS (Anty terrorist squad) અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુક્ત મિશનમાં પકડવામાં આવ્યા છે. આ સમગ્ર મિશન માટે ગુજરાત ATSના DySP ભાવેશ રોજીયાને બાતમી મળી હતી જેના આધારે 385 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. તેના થોડા સમય પહેલા મોરબીમાં ATS દ્વારા પકડવામાં આવ્યું હતું જેની બાતમી પણ ATSનાં DySP ભાવેશ રોજીયાને જ મળી હતી.

સપ્ટેમ્બર મહિનામાં પોરબંદર નજીક ભારતીય જળ સીમમાં પાકિસ્તાનથી ડ્રગ્સ શ્રીલંકા લઈ જતા આરોપીઓને ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા પકડવામાં આવ્યા હતા જેની બાતમી પણ DySP ભાવેશ રોજીયાને જ મળી હતી. આ ઉપરાંત પણ ભાવેશ રોજીયાને અન્ય એક સફળ ઓપરેશન માટે કોસ્ટગાર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતીય કોસ્ટગાર્ડ ડીજી ડેસ્ક એવોર્ડ દ્વારા ભાવેશ રોજીયાને સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટગાર્ડ ડીજી કે નટરાજને તેમને સંયુક્ત ઓપરેશનમાં તેમના યોગદાન બદલ તેમને આ સન્માન આપ્યું હતું. જેની જાણકારી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular