નવજીવન ન્યુઝ. જામનગર: જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના દાવેદાર કાસમ ખફી ટિકીટ નહીં મળતા પાર્ટીથી ખફા થયા છે. કાસમ ખફી નારાજગીને પગલે કોંગ્રેસને અલવિદા કહી બહુજન સમાજવાદી પાર્ટી(બસપા)માં સામેલ થયા છે અને બસપાના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી છે. લાંબા સમય સુધી કોંગ્રેસમાં ટિકીટની ખેંચતાણ બાદ જામનગર ગ્રામ્ય બેઠક પરથી જીવણભાઈ કુંભરવડીયાને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટના વિવાદને લઈ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં નારાજ કાર્યકરોએ સ્થિતી ઉકળતા ચરૂ જેવી કરી છે. ત્યારે જામનગરમાં હકુભા જાડેજાનું પત્તુ કાપી ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરી લીધું છે પરંતુ કોંગ્રેસમાં સ્થિતી સારી નથી જણાતી. કારણ કે જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના દાવેદાર કાસમ ખફીને ટિકીટ નહીં મળતા તેમણે હવે બસપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ઝુકાવ્યું છે.
રાજકીય સુત્રો અને સ્થાનિકો પાસેથી મળતી વિગતો મુજબ આ બેઠક પર ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને કોંગ્રેસના વિખવાદનો ફાયદો પહોંચે તેમ છે. કારણ કે કોંગ્રેસથી નારાજ થઈ કાસમ ખફીએ બસપામાંથી ઉમેદવારી નોંધાવી છે અને કાસમ ખફીનું મુસ્લિમ મતદારો પર પ્રભુત્વ છે. તેમજ આ બેઠક પર મુસ્લિમ મતદારો ખુબ મોટી સંખ્યામાં હોય કોંગ્રેસના જીવણ કુંભરવડીયાની વોટબેંક પર સીધી અસર કાસમ ખફી પહોંચાડી શકે તેમ છે.
કોંગ્રેસી નેતાઓએ કાસમ ખફીને બસપામાં જતા અને ચૂંટણીમાં નહીં ઝંપલાવવા માટે સમજવટના પ્રયાસ કર્યા હતા જે, હવે બસપામાંથી કાસમ ખફીની ઉમેદવારી થતા નિષ્ફળ રહ્યાં હોય તેમ જણાય છે. ત્યારે જોવું રહ્યું કે મતદારોને રિઝવવામાં કોણ સફળ રહે છે અને કોણ નિષ્ફળ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










