નવજીવન ન્યુઝ. સુરત: રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ઉમેદવારો ઉમેદવારી નોંધાવવામાં વ્યસ્ત જોવા મળ્યા છે. ત્યારે આજરોજ ભાજપના હર્ષ સંઘવીએ પણ સુરત ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધવતા પહેલે હર્ષ સંઘવીએ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના આશિર્વાદ લીધા હતા. બાદમાં તેમણે કાર્યકરો સાથે વડાપાઉંના નાસ્તાની મેજબાની માણી હતી.
ફોર્મ ભરવા નિકળેલા હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે વડાપાઉંની મજા લેતા કહ્યું હતું કે, મને મજુરાના લોકોએ 27 વર્ષે મોકો આપ્યો તે માટે આભારી છું. હું મજુરાનો દીકરો બની રહ્યો છું અને જનતાએ મારા પર ભરોસો મુક્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પર ચૂંટણી થશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આ સુરતના 16 માંથી 15 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો જ્યારે 1 બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. પાટીદાર અનામત આંદોલનની અસરની શક્યતાઓ વચ્ચે પણ સુરતમાં કોંગ્રેસને ધાર્યું પરિણામ મળ્યું ન હતું. પરંતુ હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવી ચૂકી છે. ત્યારે જોવું રહ્યું કે આમ આદમીના આગમનથી ચૂંટણીના પરિણામને કોઈ અસર થાય છે કે કેમ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










