Saturday, May 2, 2026
HomeGujaratNCPમાંથી રાજીનામું આપી હાર્દિકનેે પરાસ્ત કરવા પાસના મહિલા નેતા આવ્યા મેદાને

NCPમાંથી રાજીનામું આપી હાર્દિકનેે પરાસ્ત કરવા પાસના મહિલા નેતા આવ્યા મેદાને

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ઉમેદવારીને લઈને હજી પણ રાજકીય પક્ષ અસમંજસમાં દેખાય રહ્યા છે. બીજીબાજુ ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. તાજેતારમાં NCPમાંથી બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા કાંધલ જાડેજાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ હતુ. ત્યારે વધુ એક નેતાએ આજે રાજીનામું ધરી દીધુ છે. કોંગ્રેસ અને NCPના ત્રણ બેઠક પરના ગઠબધનના કારણે બંને નેતાઓને મેન્ડેટ મળી શક્યુ ન હતું. ત્યારે હવે રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી મારી છે. આજે આપના કેન્દ્રીયનેતા રાધવજી ચઢ્ઢાના હાથે આપનો ખેસ પહેરીને આપમાં જોડાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યાર ફરીથી તોડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોંગ્રેસ, ભાજપ અને આપ દ્વારા કદાવાર નેતાઓના પીઢબળે રાજકીય શતરંજના દાવપેચ રમી રહ્યા છે. NCPના ગુજરાત મહિલા પ્રમુખ રેશ્મા પટેલે આજે પક્ષના તમામ હોદ્દાથી રાજીનામું આપી દીધુ છે. તેમણે રાજકોટના ગોંડલથી લડવાની જાહેરાત કરી હતી. પરંતું NCP અને કોંગ્રેસ વચ્ચે ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા બેઠક માટે ગઠબંધન થયું છે. જેના કારણે ગોંડલ બેઠક પર NCPનું મેન્ડટ ન મળ્યુ ન હતું.

- Advertisement -

પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું હવે સમાપ્ત થઈ ગયું છે. તેવામાં હવે ટિકિટ કપાતા નેતાઓ બીજા તબક્કાના મતદાનમાં આવતી સીટ પર ચૂંટણી લડવા ધમપછાડા કરી રહ્યા છે. NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. રેશ્મા પટેલ વિરમગામથી આપમાંથી ચૂંટણી લડી શકે છે. જોકે વિરમગામ બેઠક પર ભાજપે હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આપએ વિરમગામથી અગાઉ કુવરજી ઠાકોરને મેદાનમાં ઉતારી ચૂક્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આપમાં રેશ્મા પટેલ જોડાશે તો વિરમગામથી ઉમેદવાર બદલવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. જો રેશ્મા પટેલ આપમાંથી વિરમગામથી ઉમેદવારી કરે તો હાર્દિક પટેલનું રાજકીય ગણીત બગાડી શકે છે. બંને નેતાઓની રાજકીય સફર પાટીદાર અનામત આંદોલન બાદ જ શરૂ થઈ હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular