નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ કોંગ્રેસે આજે મોડી રાત્રે ચુંટણી જંગના ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી યાદીમાં 46 ઉમેદવાર જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89ની થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાં 17 સીટિંગ MLAને રિપીટ કરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરાને ચૂંટણીના જંગમાં કોંગ્રેસે ઉતાર્યા છે. કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારીની યાદી નીચે મુજબ છે.










