Friday, March 29, 2024
HomeGujaratગુજરાત વિધાનસભાચૂંટણીઃ ઉમેદવારો આડેધડ ખર્ચ નહીં કરી શકે, ચા-નાસ્તાના ભાવ નક્કી થયા

ગુજરાત વિધાનસભાચૂંટણીઃ ઉમેદવારો આડેધડ ખર્ચ નહીં કરી શકે, ચા-નાસ્તાના ભાવ નક્કી થયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષ દ્વારા મોટાભાગના ઉમેદાવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષની સાથે વહીવટી તંત્રએ પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. ત્યારે આજરોજ ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર માટેનો ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચે નિયત કરેલા ભાવ પત્રક મુજબ જ ઉમેદવારો ખર્ચ કરી શકશે તેવી સૂચના આપી દેવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદાવારોના ભવિષ્યની સાથે મોટા પ્રમાણમાં પૈસા પણ દાવ પર લાગતા હોય છે. પોતાના મતવિસ્તારમાં કામચલાઉ કાર્યાલય, કાર્યકરોને ચા-નાસ્તો સહિતના અનેક ખર્ચ ઉમેદવારોને કરવા પડતા હોય છે. તેવામાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત સરકાર તરફથી પણ ઉમેદવારોએ કરેલા ખર્ચના હિસાબ રાખવામાં આવશે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે રજીસ્ટર બનાવવું પડશે. જેમાં રોજનો રોજ ખર્ચ લખવાનો રહેશે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા ભાવ પ્રમાણે ઉમેદવારોનો ખર્ચ ગણવામાં આવશે.

- Advertisement -

ચૂંટણીપંચે નક્કી કરેલું ભાવ પત્રક

  • ચા-ફોફી 1 કપ, 15 રૂ.
  • ચા-કોફી અડધો કપ, 10 રૂ.
  • દૂધ એક ગ્લાસ, 20 રૂ.
  • બ્રેડ બટર, 25 રૂ.
  • બિસ્કીટ, 20 રૂ.
  • બટાકા પૌવા, 20 રૂ.
  • ઉપમા 1 પ્લેટ, 20 રૂ.
  • લીંબુ-પાણી 1 ગ્લાસ, 10 રૂ.
  • મોટા સમોસા 2 નંગ, 40 રૂ.
  • કટલેસ 2 નંગ, 30 રૂ.
  • ભજીયા 100 ગ્રામ, 30 રૂ.
  • ગુજરાતી થાળી સાદી પૂરી અથવા રોટલી બેશાક દાળ ભાત પાપડ સલાડ, 90 રૂ
  • દહીં-છાશ 150 મિલી, 15 રૂ.
  • તાવો, ચાપડી, ઊંધિયું, 90 રૂ.
  • પાવભાજી, 70 રૂ.
  • પુરી શાક, 40 રૂ.
  • પરોઠા શાક, 70 રૂ.
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular