Friday, June 5, 2026
HomeGujaratBTPએ જાહેર કરી 12 ઉમેદવારોની પ્રથમ યાદી, છોટુ વસાવા ચૂંટણી નહીં લડે...

BTPએ જાહેર કરી 12 ઉમેદવારોની પ્રથમ યાદી, છોટુ વસાવા ચૂંટણી નહીં લડે તેવી શક્યતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાં જ રાજકીય દાવપેચ રમવાનું શરૂ થઈ ગયા છે સાથે જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. બે દિવસ પહેલા મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાત્રે BTP દ્વારા મોડી રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં 12 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય ટ્રાયબલ પાર્ટી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ છે. પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. યાદી અનુસાર ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવા, કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

જ્યારે BTPના સુપ્રિમો છોટુ વસાવા આ વખતની ચૂંટણી લડવાના મુડમાં ન હોવાની વિગત સામે આવી રહી છે. તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણેઆ પ્રમાણેનો નિર્ણય લેવાઈ શકે છે. જેથી હવે ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા ચૂંટણી લડી શકે છે. જ્યારે ડેડીયાપાડાથી પાર્ટી બહાદુર વસાવાને ટિકિટ આપી શકે છે. જોકે હજી સુધી બંને બેઠક પર હજી સુધી પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular