Wednesday, April 22, 2026
HomeGujaratગુજરાતમાં વધુ એક હડતાળ: હવે વેટરનરી ઈન્ટર્નનો વારો આવ્યો, ભથ્થું 4200થી વધારીને...

ગુજરાતમાં વધુ એક હડતાળ: હવે વેટરનરી ઈન્ટર્નનો વારો આવ્યો, ભથ્થું 4200થી વધારીને 18000 કરવાની માગ

- Advertisement -

દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. આણંદ): ગુજરાતમાં અત્યારે લમ્પી વાયરસના કારણે હજારોની સંખ્યામાં પશુઓના મૃત્યુ થયા છે, આવા સમયે જે તબીબો આ પશુઓની સારવાર કરે છે તે તબીબો હાલ હડતાળ કરી રહ્યા છે, પણ કોઈ તેમણે સાંભળવા તૈયાર નથી. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની ચાર વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ પોતાને મળતા ભથ્થાને લઈને હડતાળ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે NREGA(National Rural Employment Guarantee Act) મુજબ શ્રમિકોને જે ભથ્થું મળે છે તેના કરતાં પણ ઓછું ભથ્થું વેટરનરી ઈન્ટર્નને મળે છે.

ગુજરાત સરકાર દ્વારા વેટરનરી ઈન્ટર્નને ભથ્થા સ્વરૂપે 140 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે NREGA યોજના અંતર્ગત શ્રમિકોને 229 રૂપિયા આપવામાં આવે છે. હડતાળ કરી રહેલા આ વેટરનરી વિદ્યાર્થીઓનું કહેવું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત સરકાર દ્વારા તેમને ભથ્થું ઓછું આપવામાં આવે છે. ગુજરાતમાં આ ભથ્થું 4200 રૂપિયા છે, જ્યારે કેરળમાં 20000, કર્ણાટકમાં 17000, રાજસ્થાનમાં 17000 અને પંજાબમાં 15000 રૂપિયા ભથ્થું આપવામાં આવે છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓની માગ છે કે તેમનું ભથ્થું 4200થી વધારીને 18000 કરવામાં આવે.

- Advertisement -

આ જે વિદ્યાર્થીઓએ સરકાર સામે ભથ્થાના વધારાની માગ કરી રહ્યા છે તે હકીકતમાં શું કામ કરે છે તે જાણવું પણ અગત્યનું છે. આ વેટરનરી ઈન્ટર્ન તેમના ભણતરના છેલ્લા વર્ષ દરમિયાન ગુજરાત સરકાર અંતર્ગત આવતા સરકારી પશુ ચિકિત્શાલયો, પ્રાણી સંગ્રહાલયો, ગૌશાળા, પશુ સંવર્ધન કેન્દ્રો વગેરે સ્થળોએ દૈનિક અને ઈમરજન્સી સેવાઓ આપે છે જેના બદલામાં તેમણે આ ભથ્થામાં વધારાની માગ કરી રહ્યા છે.

ગુજરતા આણંદમાં આવેલી કામધેનુ વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓએ નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં જણાવે છે કે, “અમે છેલ્લા એક અઠવાડીયા કરતાં વધારે સાથી હડતાળ કરી રહ્યા છે અને અલગ અલગ કાર્યક્રમો કરીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, તેમ છતાં સરકાર તરફથી અમને કોઈ પ્રતીભાવ મળી નથી રહ્યો. હવે છેલ્લે અમે ગાંધી ચિનધ્યા માર્ગે ભૂખ હડતાળ કરીને અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ અમારા માટે છેલ્લો રસ્તો છે.”

તેઓ વધુમાં જણાવે છે કે, “અમે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ કરી ચૂક્યા છે, કેટલાક વિદ્યાર્થીઓએ મુંડન કરાવીને વિરોધ કર્યો હતો, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન નિમિત્તે રાખનું બોક્સ ભરીને મુખ્યમંત્રીને મોકલ્યું હતું, અને તેમનું ભથ્થું વધારવાની માગ કરી હતી. અમે અત્યાર સુધી ઘણી જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે પણ અમને કોઈ સાંભળવા તૈયાર નથી. યુનિવર્સિટી અમને સમર્થન કરે છે પણ ભથ્થું વધારવું તે સરકારના હાથમાં જ છે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular