નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દેશની સૌથી ઝડપી ચાલતી બુલેટ ટ્રેન આગામી સમયમાં શરૂ થશે, પણ તે પહેલા ગુજરાતને એક સેમી હાઈસ્પીડ ટ્રેનની ભેટ સરકાર દ્વારા આપવામાં આવી છે. નવરાત્રિ સુધીમાં અમદાવાદથી મુંબઈ જવા માટે ‘વંદે ભારત એક્સ્પ્રેસ’ ટ્રેનની શરૂઆત કરવામાં આવશે. જેના માટે આજે એક ટ્રાયલ રન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેન અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશનથી નીકળી હતી અને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેન મુંબઈ જશે. આ દરમિયાન વડોદરામા એક માત્ર વિરામ આપવામાં આવશે.
શું છે આ ટ્રેનની વિશેષતા?
આ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, જોકે હાલ ટ્રાયલ માટે તેનું પરીક્ષણ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું છે. આ ટ્રેનમાં 16 કોચ હશે અને એક કોચમાં સામાન્ય રીતે 78 મુસાફરો મુસાફરી કરી શકશે, આમ 1000 કરતાં વધુ મુસાફરો એક સમયે આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. તેમજ આ ટ્રેનની સીટ એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 180 ડિગ્રી ફરી શકે છે. આ ટ્રેન AC, WiFi, ચર્જિંગ સોકેટ જેવી સુવિધાઓથી સજ્જ હશે. ઉપરાંત આ ટ્રેનમાં GPS તેમજ ઓટોમેટિક દરવાજાની પણ સુવિધાઓ રહેશે.
આજે આ ટ્રેનનું સફળ ટ્રાયલ થઈ ગયા બાદ આગામી નવરાત્રિ સુધીમાં આ ટ્રેનની સુવિધા અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થઈ જાય તેવી શક્યતાઓ છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે, જેમાં સવારે આમદવાદથી નીકળીને બપોરે મુંબઈ પહોંચશે અને વહેલી સાંજે મુંબઈથી નીકળીને રાત સુધીમાં ટ્રેન અમદાવાદ પહોંચશે. આ ટ્રેન એક બાજુની અંતર કાપવા માટે લગભગ 6 કલાકનો સમય લેશે અને ત્રેનીની ટિકિટ 3500 રૂપપીયા રાખવામા આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.








