નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ સમગ્ર દેશમાં આજે ભારે ધુમધામથી ગણેશ વિસર્જન કરવામાં આવશે. મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી કેટલાક પ્રતિબંધ લગાવાવમાં આવ્યા હતા તે આ વર્ષે દુર કરવામાં આવ્યા છે. ત્યારે આજે ગણપતિ વિસર્જનને લઈને અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના કેટલાક રસ્તાઓ બપોર પછી બંધ રહેશે.
અમદાવાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન ટ્રાફિક ન સર્જાય તે માટે કેટલાક રૂટ બપોરે એક વાગ્યા બાદ ગણપતિ વિસર્જન માટેના વાહનો સિવાયના વાહનો માટે બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત આ રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે. પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાં મુજબ વાહોનોની અવર-જવર માટે પ્રતિબંઘિત રૂટ ગીતામંદીરથી જમાલપુર બ્રીજ ઉપર થઈ સરદારબ્રીજ થઈ પાલડી તરફના રસ્તે અવર જવાર કરી શકાશે નહીં, ગીતામંદીરથી રાયપુર ચાર રસ્તા થઈ સારંગપુર સર્કલથી રેલ્વે સ્ટેશનથી કાલુપુર ઈનગેટ તરફના રસ્તે અવર જવાર કરી શકાશે નહીં, રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલ થઇ કાગડાપીઠથી. રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડીયા દરવાજાથી ખમાસા ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડનથી એલીસબ્રીજ થી. ટાઉનહોલ સર્કલ સુધીનો રૂટ બંધ રહેશે, વાડજ સ્મશાન ગૃહ કટથી શરુ થતો પશ્ચિમનો આંબેડકર બ્રીજ નીચે સુધીનો રીવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ તરીકે એસ.ટી.થી ભુલાભાઇ ચાર રસ્તા થી કાંકરીચા ચોકી થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ઝઘડિયા ઓવરબ્રિજ થઇ અનુપમ સિનેમા થઇ ગોમતીપુર રેલ્વે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તા થઈ સરસપુર આંબેડકર હોલ થઇ કાલુપુર બ્રીજ થઇ રેલ્વે સ્ટેશન ઈનગેટ તથા નરોડા તરફ જઈ શકાશે, ગીતામંદીરથી જમાલપુર બ્રીજ નીચેથી ડાબી બાજુ બહેરામપુરાથી દાણિલીમડા ચાર રસ્તા થઈ જમણીબાજુ વળી આંબેડકરબ્રીજ થઇ અંજલી ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા થઇ આશ્રમ રોડ જઈ શકાશે. રેલ્વે સ્ટેશન થઇ કાલુપુર સર્કલ થઇ કાલુપુર બ્રીજ થઇ આંબેડકર હોલ થઇ માણેકલાલ મિલ થઇ કાળીદાસ ચાર રસ્તા થઇ ગોમતીપુર રેલ્વે કોલોની થઇ અનુપમ સિનેમા થઇ ગાયત્રી ડેરી થઇ ઝઘડિયાબ્રિજ થઈ. અપ્સરા સિનેમા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી બી.આર.ટી.એસ. રૂટ થઇ દાણિલીમડા ચાર રસ્તાથી સીધા આંબેડકર બ્રીજ થઇ અંજલી સર્કલથી પાલડી થઈ આશ્રમ રોડ ઉપર જઈ શકાશે, વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ ઇન્કમટેક્ષ ઓવર બ્રીજ. મધ્ય ભાગ થઇ બાટા શો રૂમ ચાર રસ્તા થઇ ડિલાઇટ ચાર રસ્તા થઇ નહેરુબ્રીજ ચાર રસ્તા થઇ ટાઉન હોલચાર રસ્તા થઇ પાલડી ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઇ અંજલી ઓવર બ્રીજ મધ્ય ભાગ થઇ અવર જવર કરી શકાશે. ડફનાળા થઈ શાહીબાગ અન્ડર બ્રિજ નમસ્તે સર્કલ દિલ્હી દરવાજા વીજળી ઘર તરફ જઈ શકાશે.








