Sunday, April 19, 2026
HomeGujaratનેશનલ ગેમ્સમાં ડ્રેગન બોટ રમતનો સમાવેશ કરવા માટે CM ભુપેન્દ્ર પટેલને રજૂઆત

નેશનલ ગેમ્સમાં ડ્રેગન બોટ રમતનો સમાવેશ કરવા માટે CM ભુપેન્દ્ર પટેલને રજૂઆત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં આગામી 27 સપટેમ્બર મહિનામાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન જવા થઈ રહ્યું છે. જેની પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. 3 મહિનાના મર્યાદિત સમય સાથે ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં ઈન્ડોર અને આઉટ ડોર રમતમાં હજારોની સંખ્યામાં રમતવીરો ભાગ લેશે, ત્યારે નેશનલ ગેમ્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાતી રમત ડ્રેગન બોટનો સમાવેશ કરવા માટે ડ્રેગન બોટ એશોસીએશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ડ્રેગન બોટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાતી રમત છે. અધિકૃત રીકે 16મી એશિયન ગેમ્સ 2010 ગ્વાંગઝુ ચાઈના ખાતે સ્પર્ધાના શિડ્યુલમાં એશિયન ડ્રેગન બોટ ફેડરેશન હેઠળ અલગ સ્પોર્ટસ ઈવેન્ટ તરીકે સામેલ કરવામાં આવી છે. ઉપરાંત 19મી એશિયન ગેમ્સ 2023 હાંગઝુ ચાઈનામાં ભાગ લેવાનારી ઈવેન્ટ પૈકીની એક છે. ઈન્ટરનેશનલ ડ્રેગન બોટ ફેડરેશનએ GAISF અને AIMS દ્વારા માન્યતા પ્રાપ્ત વિશ્વ ચેમ્પિયનશિપના આયોજન માટેની ફેડરેશન છે.

- Advertisement -

ડ્રેગન બોટ ફેડરેશન 2007થી અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 9 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાત સહિત 20થી વઘુ રાજ્યા અને કેન્દ્રપ્રદેશો જોડાયેલા છે. આગામી રમાવનારી 36મી નેશનલ ગેમ્સમાં આજ સુધી ડ્રેગન બોટનો શિડ્યુલમાં સામેલ કરવામાં આવી નથી. જેથી ગુજરાતના મુખ્યમંત્રી, રમતગમત વિભાગના મંત્રી અને નેશનલ ગેમ્સના પ્રમુખ અને સેક્રેટરીને આ અંગની લેખીત રજૂઆત કરવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular