નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથ: કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અગાઉના કેસમાં ફરિયાદીને ફરિયાદ પાછી ખેંચવા માટે થઈને તેના ઘરે પહોંચી ગયા હતા અને ફરિયાદીને ગાળો આપીને કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસ ફરિયાદ આધારે આ ઘટનામાં મહિલાને દિનુ બોઘા સોલંકીના કહેવાથી બે શખ્સો ધમકાવતા હતા. મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે.
ગીર સોમનાથના કોડિનાર ખાતે રહેતી મહિલા જેતુનબેન રફીકભાઈ રેલોત ગૃહિણી છે. તેઓએ અગાઉ દિનુ બોઘા સોલંકી સામે ફરિયાદ કરી હતી. દિનુ બોઘા સોલંકી સામે રાજકોટ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવેલી હતી. જે કેસ પાછો ખેંચવા માટે ભાવેશ મસરીભાઈ ઝાલા, કેતન શંકરભાઈ સોલંકી (બંને રહે કોડીનાર) દ્વારા મહિલાને ધમકાવાતી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ આધારે, કોર્ટમાં ચાલતા ક્રીમીનલ કેસમાં દિનુ બોઘા સોલંકી સ્થાનીક કોડિનાર પરોલીસ સ્ટેશન તરફથી સમન્સ બજાવતા નથી અને તેના કારણે કેસ આગળ ચાલતો નથી જે કેસ પરત ખેંચવા માટે આ બંને શખ્સો ભેગા થઈ ગત 18મી તારીખે સાંજે તેમને મળ્યા અને તે કરેલો કેસ પાછો ખેંચી લેજે નહીં તો જાનથી મારી નાખીશું અને આ બંને દિનુ બોઘા સોંલંકીના ભત્રીજા શિવા સોલંકીના અંગત માણસો છે. તેમણે જે કેસ પરત ખેંચવા માટે મારા ઉપર દબાણ કર્યું હતું. તેમણે અગાઉથી પોતાનું નામ પણ જણાવ્યું હતું. આ કેસ પાછો ખેંચવાની મેં ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને અપશબ્દો આપી તેમની સાથે અછાજતું વર્તન કરવા લાગ્યા હતા.
તેમણે એવી પણ ધમકી આપી કે તારે કેસ પાછો ખેંચી લેવો પડશે નહીંતર અમે તારા પતિના હાથપગ ભાંગી નાખીશું, જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને તારી લાજ લઈ લઈશું તેવી ધમકી આપતા હતા. મહમદશા ઈકબાઈલા રફાઈ તેમજ અભુભાઈ બોઘાભાઈ સોલંકી આ સમયે હાજર હતા. મહિલાની ફરિયાદ છે કે આ શખ્સો માથાભારે, ઝનુની અને રાજકીય વગ ધરાવનારાઓ છે તેથી શું કરી બેશે તેની અમને દહેશત છે. તેથી તેમની ધરપકડની પણ તેમણે માગ કરી છે.
![]() |
![]() |
![]() |











