Thursday, March 26, 2026
HomeGujaratGir Somnathડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં 3 મહિના બાદ હાઈકોર્ટના આદેશથી સાંસદ અને...

ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં 3 મહિના બાદ હાઈકોર્ટના આદેશથી સાંસદ અને પિતા સામે ગુનો દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ વેરાવળના (Veraval) નામાકિંત ડૉકટર અતુલ ચગ આપઘાત કેસમાં (Dr Atul Chag Suicide Case) મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પરિવારની હાઇકોર્ટમાં ફરિયાદ બાદ અંતે 93 દિવસ પછી ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા (BJP MP Rajesh Chudasama) અને તેમના પિતા નારણ ચુડાસમાં સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનોં દાખલ કરાયો છે. ડૉકટર અતુલ ચગના આપઘાત સમયે તેમના પુત્ર હિતાર્થે સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ SPને સુસાઈડ નોટમાં લખેલા નામ અધારે સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ કરતા, જે-તે સમયે રાજકીય દબાણના કારણે પોલીસે પિડીત પરિવારની ફરિયાદ નોંધી ન હતી. જેના પગલે ડૉ અતુલ ચગનો પરિવાર ન્યાય માટે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો અને રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે હવે આટલા સમય બાદ હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે પિતા-પુત્ર સામે ફરિયાદ દાખલ કરી છે.

ડૉ. અતુલ ચગ જે વેરાવળના ખુબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, તેમણે 12 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે હોસ્પિટલના બીજા માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ડૉ. આતુલ ચગની આત્મહત્યાની ઘટનાને પગલે વેરાવળ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આત્મહત્યા પાછળના કારણો જાણવા તપાસ હાથધરી હતી. જેમા ઘટનાસ્થળે પોલીસને ડૉ. અતુલ ચગના હાથે લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાં અને તેમના પિતા નારાણ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો. સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, થોડા સમય અગાઉ ડૉ. અતુલ ચગે સાંસદ રાજેશ ચુડાસમાં પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. તેઓ પૈસા ન આપી શક્તા અવાર-નવાર રાજેશ ચુડાસમાં દ્ઘારા ઉઘરાણી કરી ડૉ. અતુલ ચગને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતા ડૉ. અતુલ ચગ ડરી ગયા હતા અને ઘભરાઈને પોતાની હોસ્પિટલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

- Advertisement -

ડૉ. અતુલ ચગના આપઘાત બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અનેક વખત રજૂઆત કરવા છતાં પોલીસ અધિકારીઓ દ્ઘારા ફરિયાદ નોંધવામાં ન આવતા ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થે જે તે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા અને સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારાણ ચુડાસમા સામે ગુનો દાખલ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ 93 દિવસ પછી ગુજરાત હાઈકોર્ટે સાંસદ અને તેમના પિતા સામે ગુનો દાખલ કરવા આદેશ કરતા સ્થાનિક પોલીસે પિતા પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે.

TAG: Gir Somnath News, Dr Atul Chag Suicide Case Update Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular