નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નશીલા પદાર્થોની હેરાફેરી સામે આવી રહી છે. ગુજરાતના દરિયાથી એટીએસ અને કોસ્ટગાર્ડે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી રાજ્યમાં ઘુસતા અટકાવ્યો છે. ત્યારે આજે ગુજરાતના પાટનગરમાં એટીએસે બાતમીના આધારે એક રેસ્ટોરન્ટમાંથી નસીલા પદાર્થો ઝડપી પાડ્યા છે.
ATSના પોલીસ ઈન્સપેક્ટર જે.એમ. પટેલને માહિતી મળી હતી કે, ગાંધીનગરના ભાટ ટોલ નાકાની બાજુમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં નસીલા પદાર્થોનો જથ્થો રાખીને તેને વેચાણ કરીને હોમ ડીલીવરી કરાવે છે. માહિતીના આધારે ATSના પોલીસ ઈન્સપેક્ટર જે.એમ. પટેલ, જે.પી.રોજીયા અને પોલીસ સબ ઈનસ્પેકટર બી.એચ.કરોટની એક ટીમે ગાંધીનગરની ચુલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી.
ATSના અધિકારી તપાસ કરતા રેસ્ટોરન્ટમાંથી જયકિસન ઉર્ફે જય (રહે.અમદાવાદ) અને અંકિત કુલહારી (રહે. અમદાવાદ) પાસેથી પાસપરમીટ વગરનો નસીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 6 ગાંજાના બિસ્કીટ, 16 શેટર (સી.બી.ડી ઓઈલ કોન્સંટ્રેટ) અને હશીશનો સમાવેશ થાય છે. ખાવાની ચીજવસ્તુમાં ગાંજાનો નશો ભેળવીને હજારો રૂપિયામાં વેચવામાં આવતો હોવાની પણ વાત સામે આવી રહી છે. ઉપરાંત આરોપી જયકિશન ઠાકોર પાસેથી એમેઝોનના બોક્સ પણ મળી આવ્યા હતા. જેમાં તે નશીલા પદાર્થોની ડિલિવરી કરતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. ATSએ 1.59 લાખનો મુદ્દમાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ATS દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીને સ્થાનિક પોલીસ અડાલજ પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત આ કેસની તપાસ ગાંધીનગર SOGને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ નવી જ મોડેસ ઓપરેન્ડીનો દ્વારા નશીલા પર્દાફાશનો કારોબાર ચલાવતા હતા. જેમાં ” કેનાબીજ” એટલે કે ગાંજાના છોડમાંથી જે બિયા નીકળે છે, તેમાંથી તેલ નીકળતું હોય છે, આ તેલનો ઉપયોગ કુકીઝ એટલે કે બિસ્કિટમાં મેલાવીને યુવાનોને વેચવામાં આવતું હતું. છેલ્લા એક વર્ષથી આ પ્રકારે રેસ્ટોરન્ટમાં નશીલા પદાર્થોનો કારોબાર ચલાવમાં આવતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











