Saturday, May 23, 2026
HomeGujaratGandhinagarગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે ભષ્ટાચારની ફરિયાદ નોંધાઈ, સરકાર પોતે બની ફરિયાદી

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે ભષ્ટાચારની ફરિયાદ નોંધાઈ, સરકાર પોતે બની ફરિયાદી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર એટલે કે ગાંધીનગરમાં (Gandhiangar) પૂર્વ કલેક્ટર સામે ભષ્ટાચારના આરોપ લાગતાં ખળભળાટ મચ્યો છે. જ્યાંથી ગુજરાતની સરકાર ચાલે છે તેવા ગાંધીનગરમાં પૂર્વ કલેકટરે જમીન કૌભાંડ (Land Scam) કરતાં આ મામલે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં (Sector-7 Police Station) ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ચીટનીશ અધિકારીએ પૂર્વ કલેક્ટર (Former Collector) એસ. કે. લાંગા (S k langa) વિરુદ્ઘ તેમના કાર્યકાળ દરમિયાન ભ્રટાચાર (Corruption) થયો હોવાની ફરિયાદ કરી છે.

ગાંધીનગરમાં પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા 06/04/2018થી 30/09/2019 સુધીના કાર્યકાળ દરમિયાન તેમણે લીધેલા મહત્વના મેહસુલી નિર્ણયોની તપાસ કરવા માટે નિવૃત IAS વિનય વ્યાસ અધિકારીની નિમણુક કરવામાં આવી હતી. તપાસ અધિકારીએ વચગાળાનો અહેવાલ પાઠવ્યો હતો. જેમાં નિવૃત કલેક્ટર, તત્કાલીન ચીટનીશ અને આ. એ. સી વિરુદ્ધમાં કાયેદરની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેના આધારે હાલમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ચીટનીશ અધિકારી ધૈવત ધ્રુવએ પૂર્વ કલેકટર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

પોલીસ ફરિયાદમાં કલેક્ટરના તત્કાલીન ચીટનીશ અને આર. એ. સી દ્વારા સાથ આપવા માટે તેમની સામે પગલા લેવા ચૂચન કર્યું છે. કલેક્ટર દ્વારા ગાંધીનગર જિલ્લામાં ખોટી રીતે સાબરમતી નદીમાં રેતીની લીઝ અને બંધુકના પરવાના આપ્યા છે. કલેક્ટરના કથિત ભાગીદાર બળવંત જેઓની બાવળામાં રાઈસ મીલ છે અને કલેક્ટર તેમાં ભાગીદાર છે. તેમની સાથે થયેલા એગ્રીમેન્ટ કરાર થયેલો છે જેની રજૂઆત મળી છે. કલેકટકને સાણંદમાં પરિવાર નામે ફાર્મ હાઉસ, બોપલમાં ચાર દુકાનો અને આ સિવાય તેમની અને તેમના કુંટુબના સભ્યો પાસે બેનામી મિકલતો હોવનું ધ્યાનમાં આવ્યું છે જેની એસીબી દ્વારા તપાસ કરવા માટે વિંનતી કરવામાં આવી છે.

પોલીસ ફરિયાદમાં પૂર્વ કલેક્ટર સામે ભષ્ટાચારના તારણમાં નીચે મુજબ જણાવાયું છે
1.એસ. કે. લાંગાની ફરજમાં નિષ્ટા અને પ્રમાણીકતાનો અભાવ છે.
2.અંગત હિત માટે સરકારના નિતીનીયમો અને કાયદાની જોગવાઈઓને નજર અંદાજ કરી છે.
3.કલેક્ટરએ Peak and chooseની નીતી અપનાવી છે.
4.જ્યાં આર્થીક સેટલમેન્ટ ન થાય ત્યાં અરજદારોને હેરાન કર્યા હોય તેમ રોકર્ડ પરથી જણાય છે.
5.સરકારને કરોડા રૂપિયાનું પ્રિમીયમનું નુકશાન કર્યું છે તેની પાછળ તેમનો Menserea ધ્યાને લેવા પાત્ર છે જે વસુલ કરવાનું થાય છે, 6.ક્રીમીનલ બીચ ઓફ ટ્રસ્ટ કરેલી છે.
7.વર્ષ 2019માં નિવૃત થતા હોવા છતાં સંખ્યાબંધ એન.એ.ના કેસ છેલ્લા વીકમાં અને અમુક કિસ્સામાં નિવૃતી બાદ પણ નિર્ણય કર્યા છે. જે શંકાસ્પદ અંગત હિત માટે કાર્યવાહી કરી હોવનું જણાય છે.

8.સમગ્ર કામગીરીમાં ગંભીર ગેરરીતીઓ અને અનિયમીતતા જોવા મળી, સાથે સત્તાનો દુરપયોગ કર્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular