Thursday, April 16, 2026
HomeGujaratVideo: મીડિયાના સવાલોથી ભાગ્યા અસિત વોરા, CM સાથે બેઠક બાદ મીડિયા ઘેરી...

Video: મીડિયાના સવાલોથી ભાગ્યા અસિત વોરા, CM સાથે બેઠક બાદ મીડિયા ઘેરી વળ્યું

- Advertisement -

નવજીવન. ગાંધીનગરઃ હાલમાં જ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ્દ કરી ફરીથી માર્ચમાં લેવાનું નક્કી કરાયું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા આ પેપર લીક અને આ અગાઉના પેપર લીકના આક્ષેપો વચ્ચે હંમેશા વિવાદમાં આવ્યા છે. તેમનો અગાઉનો કાર્યકાળ પણ વિવાદો સાથે ભરેલો રહ્યો છે. આ દરમિયાનમાં તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠકમાં આવ્યા હતા ત્યાં તેઓ મીડિયાના સવાલો વચ્ચે ઘેરાઈ વળ્યા હતા પરંતુ તેઓએ મીડિયાના સવાલોના જવાબ આપ્યા ન્હોતા.



- Advertisement -

પેપર લીક કેસમાં હાલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજી બાજુ વિરોધ પક્ષો અસિત વોરાના સામે એક્શન લેવાય તેવી માગણીઓ કરી રહ્યા છે જોકે બીજી બાજુ ભાજપે સ્પષ્ટ કહી દીધું છે કે અસીત વોરા સામે કોઈપણ જાતના પુરાવા મળશે તો કાર્યવાહી કરીશું તે નક્કી છે, પરંતુ હજુ કોઈ પુરાવા મળ્યા નથી. આ સંજોગોમાં અસિત વોરાને મુખ્યમંત્રીનું તેડુ આવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે અસિત વોરા અને મુખ્યમંત્રીની મુલાકાત થઈ હતી. જે પછી મીડિયાએ સવાલો કર્યા કે તમને કેમ બોલાવ્યા હતા, પેપર લીક અંગે સવાલો કરાયા હતા. જોકે તેમણે કહ્યું કે માત્ર શુભેચ્છા મુલાકાત હતી. થેન્ક યૂ…. થેન્ક યૂ…. તેઓ રીતસર મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા હતા.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular