નવજીવન ન્યૂઝ. નડિયાદ: ખેડા (Kheda) જિલ્લામાં થોડા દિવસ અગાઉ નડિયાદ (Nadiad) હાઇવે પરથી નકલી હળદરની ફેક્ટરી (Fake Turmeric Factory) મળી આવી હતી. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા જથ્થામાં નકલી હળદરનો જથ્થો ઝડપ્યો હતો અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે ભુજની સરકારી લેબોરેટરી (Bhuj Government Laboratory)ખાતે મોકલી આપ્યા હતા. હવે ભુજની લેબોરેટરીએ આ સેમપલના રિપોર્ટ આપી દીધા છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ હળદર અખાદ્ય અને માનવ શરીર માટે નુકશાનકારક છે. ત્યાર બાદ હવે પોલીસે દેવ સ્પાઇસીસ ફેક્ટરીના માલિક અમિત ટહેલયાણી અને પંકજ ટહેલયાણી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
નડિયાદના મિલ રોડ પર કમળા ચોકડી પાસે આવેલી સદગુરુ સ્પાઈસીસ અને દેવ સ્પાઈસીસ નામની ફેકટરીમાં નકલી હળદર બનાવી લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી કે, ફેકટરીમાં હળદરની આડમાં નકલી કલરવાળી હળદર ભેળસેળ કરી લોકોને વેચવામાં આવી રહી છે. જે બાતમી અધારે ફૂડ સેફટી વિભાગની ટીમે બંને ફેકટરીમાં દરોડા પાડ્યા હતા.
ફેકટરીમાંથી એલયોઝરીન નામનું કેમિકલ સ્ટાર્ચ પાઉડર મળી કુલ 54,92,550 રૂપિયાનો મુદ્દામાલ કબ્જો કર્યો હતો. ફેકટરીમાંથી મળી આવેલી હળદરના સેમ્પલ ફૂડ સેફ્ટી વિભાગે ભૂજની સરકારી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જે તમામ પર્દાથના સેમ્પલ આવી ચુક્યા છે, જેનો રિપોર્ટ ચોકાંવનારો છે. રિપોર્ટમાં હળદરનો જથ્થો માનવશરીર માટે હાનિકારક હોવાનું સામે આવ્યુ છે. જ્યાં ફેકટરી માલિકો હળદરની આડમાં નકલી હળદર વેચી વધુ પૈસા કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા હતા. જે આખા કૌભાંડનો ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમે સક્રિયતા દાખવી પર્દાફાશ કર્યો હતો. જો કે રિપોર્ટ આવ્યા બાદ નડિયાદ ફૂડ એન્ડ વિભાગ દ્ગારા જુદી-જુદી બે ફરિયાદો ફેકટરી માલિકો સામે નોંધાશે, જેને લઈ ફેકટરી માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796