જયેશ શાહ (નવજીવન.કચ્છ) : તાજેતરમાં કચ્છમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા હરામીનાળામાંથી ઘૂસણખોર માછીમારોને ઝડપી લીધા બાદ પાકિસ્તાનમાં આવેલા ઝીરો ગામનાં લોકો ઉપર મુસીબત તૂટી પડી છે. કારણ કે, બંને દેશો દ્વારા એકબીજાનાં નાગરિકો પકડવાની કાર્યવાહોમાં વધુ સંખ્યામાં જયારે પાકિસ્તાની પકડાય તેવા સંજોગોમાં ભારતનું પલડું ભારે થઈ જાય છે. અને એટલે જ છેલ્લા ત્રણેક દિવસથી પાકિસ્તાનનાં સિંધ પ્રાંતનાં ઝીરો ગામમાં પાક રેંજર્સ દ્વારા ત્યાંના લોકો ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.
ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલા સુત્રોનું માનીએ તો, ભારતમાં ઝડપાઇ ગયાની સાથે સાથે પાકિસ્તાની રેંજર્સના અધિકારીઓને એ વાતનો પણ વધુ ગુસ્સો છે કે, એમની જાણ બહાર તેમના માછીમારો શા માટે હરામીનાળામાં માછીમારી કરવા ગયા હતા. થોડા દિવસો પહેલા જયારે જખૌનાં દરિયાઈ વિસ્તારમાંથી ભારતીય માછીમારોને પકડ્યા અને ત્યારબાદ ભારતે કચ્છમાં કાર્યવાહી કરી હતી. જેને કારણે પણ સિંધ સ્થિત રેંજર્સનાં અધિકારીઓ ઉપર દબાણ વધવાની સાથે તેમણે ઝીરો ગામનાં લોકો ઉપર અમાનવીય ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, બીએસએફ દ્વારા છેલ્લા દસેક દિવસમાં 15થી વધુ બોટ ઝડપી લેવામાં આવી છે અને પાકિસ્તાનીને પણ ઝડપી લેવામાં આવેલા છે. આર્મી, એરફોર્સ અને સ્થાનિક પોલીસની સાથે બીએસએફ દ્વારા મોટું સંયુક્ત તલાશી અભિયાન કરવામાં આવેલું છે. જે હજુપણ ક્રિક એરિયામાં ચાલુ છે.
આઈજી મલિકનો એડિશનલ ડિજીની સેન્ટ્રલની પેનલમાં સમાવેશ
કચ્છનાં એસપી રહી ચૂકેલા ગુજરાત કેડરના સિનિયર આઇપીએસ અધિકારી જ્ઞાનેન્દ્સિંહ મલિકને કેન્દ્ર સરકાર દ્વારા એડિશનલ ડિજીની પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. IPS જી.એસ.મલિકને ગુજરાત સરકાર દ્વારા એડિશનલ ડિજી રેન્કમાં બહુ પહેલાથી પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. હવે જયારે કેન્દ્ર સરકાર દ્વારા તેમને એડીજીની પેનલમાં એમ્પ્લેન્ટ કરવામાં આવ્યા છે ત્યારે ટૂંક સમયમાં તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હસ્તકનાં કોઈ ઓર્ગેનિઝેશનમાં શિફ્ટ થઈ શકે છે. પાંચ વર્ષનાં સેન્ટ્રલ ડેપ્યુટેશનમાં જી.એસ.મલિક સાડા ત્રણ વર્ષ બીએસેફમાં ગાળી ચુક્યા છે. તેથી હવે તેઓ દોઢ વર્ષ માટે દિલ્હી જઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












