Sunday, May 3, 2026
HomeGeneralચૂંટણી પંચે રાજકીય રેલીઓ, રોડ શો પર પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો,...

ચૂંટણી પંચે રાજકીય રેલીઓ, રોડ શો પર પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો, ડોર-ટુ-ડોર પ્રચાર માટે નવી માર્ગદર્શિકા

- Advertisement -

નવજીવન.નવી દિલ્હી: ચૂંટણી પંચે રાજકીય રેલીઓ, રોડ શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2022 સુધી લંબાવ્યો છે. પ્રતિબંધ માટેની આ સમયમર્યાદા ૨૨ જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી. જ્યારે ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી ત્યારે તેમણે રેલીઓ, રોડ શો અને જાહેર સભાઓ પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો, જે બાદમાં 15 જાન્યુઆરીએ એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યો હતો.



જોકે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે આ પ્રતિબંધને 31 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ડોર ટુ ડોર પ્રચાર અંગે નવી માર્ગદર્શિકા આપી છે. હવે દસ લોકો પાંચને બદલે ડોર ટુ ડોર અભિયાનમાં જોડાઈ શકશે. જોકે ચૂંટણી પંચે 28 જાન્યુઆરીથી પ્રથમ તબક્કાની બેઠકો પર રેલીઓને મંજૂરી આપી દીધી છે. જ્યારે બીજા તબક્કામાં જે વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે તે પણ ૧ ફેબ્રુઆરીથી રેલીઓ માટે હળવા કરવામાં આવ્યા છે. કોવિડ-19ની ગાઈડલાઈન પાલનની સાથે જાહેર સ્થળોએ વીડિયો વાનને પણ મંજૂરી આપવામાં આવી છે.

માનવામાં આવે છે કે ચૂંટણી પંચે તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી રેલીઓ, રોડ શો પર પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચના અધિકારીઓએ આ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ, રાજ્યોના ચૂંટણી અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ચૂંટણી પંચ યુપી, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબમાં કોવિડ રસીકરણ અભિયાનની પણ સતત સમીક્ષા કરી રહ્યું છે. અહીં કોરોના કેસના ગ્રાફ પર પણ તેમની નજર છે.



ઉલ્લેખનીય છે કે યુપીમાં વિધાનસભાની ચૂંટણી સાત ચરણોમાં યોજાવાની છે. જ્યારે મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી છે. ગોવા અને ઉત્તરાખંડમાં ૧૪ ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન થશે. પંજાબમાં પ્રથમ મતદાન 14 ફેબ્રુઆરીએ થવાનું હતું, ત્યારે હવે તેને 20 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. સંત રવિદાસ જયંતીના દિવસે વિવિધ રાજ્યોએ ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે તેઓ પંજાબમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ લંબાવે. ત્યારબાદ ચૂંટણી પંચે મતદાનની તારીખ લંબાવી હતી.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular