Thursday, April 30, 2026
HomeGujaratષડયંત્રનો ભંડાફોડ: દિયોદરમાં 10 કિલો ચાંદીના દાગીના ‘ચોરી’નો નાટક, સેલ્સમેન સહિત ત્રણ...

ષડયંત્રનો ભંડાફોડ: દિયોદરમાં 10 કિલો ચાંદીના દાગીના ‘ચોરી’નો નાટક, સેલ્સમેન સહિત ત્રણ ઝડપાયા

- Advertisement -
નવજીવન ન્યૂઝ.બનાસકાંઠાઃ બનાસકાંઠાના દિયોદરમાં લાખો રૂપિયાના ચાંદીના દાગીના ભરેલ બેગ ગાયબ થવાની ફરિયાદ પાછળ મોટું કાવતરું બહાર આવ્યું છે. દિયોદર પોલીસે સઘન તપાસ દરમિયાન ફરિયાદી પોતે જ ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ સાથે મળીને ચોરીનો નાટક રચ્યો હોવાનો ભેદ ઉકેલી ત્રણેયને ઝડપી જેલભેગા કર્યા છે.

23 લાખના દાગીના ગાયબ થયાની ફરિયાદ

મહેસાણા નિવાસી અલ્પેશકુમાર ભૂપેન્દ્રભાઈ સોની ચાંદીના દાગીનાનો સેલ્સમેન તરીકે કામ કરે છે. 14 ફેબ્રુઆરીના રોજ તેણે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની કારમાંથી અંદાજે 9.5 કિલો (લગભગ 10 કિલો) ચાંદીના દાગીના ભરેલ બેગ, કિંમત રૂ. 23 લાખ, ચોરી થઈ ગઈ છે.

ફરિયાદ નોંધાતા જ પીઆઈ વી.જે. પ્રજાપતિ અને ટીમે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં કોઈ સ્પષ્ટ કડી ન મળતા પોલીસે ફરિયાદની પરિસ્થિતિ શંકાસ્પદ માનવી શરૂ કરી.

- Advertisement -

ડ્રાઈવરથી તૂટી કડી

તપાસ દરમિયાન પોલીસે ફરિયાદીના ડ્રાઈવર અજય ઉર્ફે લાલભાઈ નટુભાઈ સથવારાને બોલાવી પૂછપરછ હાથ ધરી. કડક પૂછપરછમાં ડ્રાઈવરે ચોરી અંગે સત્ય બહાર લાવતાં સમગ્ર કેસમાં મોટો વળાંક આવ્યો.

ડ્રાઈવરે કબૂલ્યું કે ચોરી વાસ્તવમાં પૂર્વ આયોજનબદ્ધ હતી અને ફરિયાદી અલ્પેશ સોનીના કહ્યા મુજબ જ સમગ્ર પ્લાન બનાવાયો હતો.

દેવું ચૂકવવા ‘માસ્ટર પ્લાન’

પોલીસ તપાસમાં સામે આવ્યું કે અલ્પેશ સોની પર અગાઉ MCS સંબંધિત દેવું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે ડ્રાઈવર સાથે મળી કાવતરું રચ્યું. પ્લાન મુજબ થરા વિસ્તાર પાસે ગાડીમાંથી ચાંદીના દાગીના ભરેલ બેગ ‘ગુમ’ કરાવી અને બાદમાં પોલીસ સ્ટેશનમાં ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ ષડયંત્રમાં રાહુલ જગદીશભાઈ માજીરાણા (રહે. મહેસાણા)ની પણ સંડોવણી સામે આવી છે.

ત્રણેય આરોપી કસ્ટડીમાં

પોલીસે અલ્પેશ દેવેન્‍દ્રભાઈ સોની (મહેસાણા), અજય ઉર્ફે લાલભાઈ નટુભાઈ સથવારા (મહેસાણા), રાહુલ જગદીશભાઈ માજીરાણા (મહેસાણા) ની અટકાયત કરી છે. ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

દિયોદર પોલીસની સચોટ તપાસ અને કડક પૂછપરછથી લાખોની ચોરીના નાટકનો ભંડાફોડ થતાં કેસમાં મોટો ખુલાસો થયો છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular