નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોર્ટ જ્યારે કોઈ કેસની સુનાવણી કરે ત્યારે અને તેમાં પણ જ્યારે પતિ પત્ની વચ્ચે જ્યારે ક્રૂરતાને લઈ કોઈ કેસ હોય ત્યારે ક્રૂરતાની વ્યાખ્યાને કેવી રીતે સમજવી તે એક સવાલ છે. કોર્ટમાં આવતા અજબ ગજબ કિસ્સા વચ્ચે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) પતિએ પત્ની સાથે છૂટાછેડાની એક અરજી કરી હતી જેની સુનાવણીમાં હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સાથે જ પતિની રજૂઆતોને ધ્યાને લઈ ક્રૂરતા અંગે પણ મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી હાઈકોર્ટમાં પતિએ તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી. પતિએ છૂટાછેડા માટે જે કારણ રજૂ કર્યું તે વિચિત્ર કહી શકાય તેવું હતું. પતિએ હાઈકોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું કે, તેની પત્નીએ તેના માટે કરવા ચોથનું વ્રત કર્યું નથી અને ઉપવાસ પણ કર્યો નથી. હાઈકોર્ટમાં પતિએ કરેલી રજૂઆત પર જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને નીના બંસલ કૃષ્ણાની બેંચે કહ્યું કે, ધાર્મિક માન્યતાઓનું પાલન ન કરવું કે સામાજીક માન્યતાઓને સમર્થન ન આપવું તે ક્રૂરતા કહી શકાય નહીં. પતિ પત્ની વચ્ચેના વૈવાહિક સબંધોને તોડવા માટે આ પ્રકારનું કારણ પૂરતું નથી.
જો કે પતિએ હાઈકોર્ટમાં કરેલી છૂટાછેડાની અરજીની સુનાવણીમાં કેસની વિગત જોતાં કોર્ટે પતિના છૂટાછેડાની અરજીને મંજૂર રાખી હતી. પતિએ કરેલી રજૂઆત અનુસાર, 2009 માં તેમના લગ્ન થયા હતા. 2011માં પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જો કે બે વર્ષના લગ્ન જીવન દરમિયાન દંપત્તિ વચ્ચે કોઈને કોઈ બાબતે ઝગડો થયા કરતો હતો. કોર્ટે પણ નોંધ્યું કે પત્ની તેના લગ્નજીવન માટે ગંભીર નથી અને સાસરિયાં પક્ષ માટે કોઈ માન સન્માન ન હોવાથી કોર્ટે પતિની અરજીને મંજૂર કરી હતી.
આ સાથે કોર્ટે એ પણ નોંધ્યું કે, પતિને તેના જીવનકાળ દરમિયાન તેની પત્નીનો વિધવા જેવો વ્યવહાર જોવો એનાથી વધારે દુખદાયી બીજું કઈ હોઈ શકે નહીં. પત્નીના આ પ્રકારના વર્તનને ચોક્કસપણે ક્રૂરતા કહી શકાય એમ પણ હાઈકોર્ટે કહ્યું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796