પ્રશાંત દયાળ (ભાગ-8 દીવાલ) : જેલર કૌશિક પંડ્યા Jailer Kaushik Pandya મોટી મહાનતાની વાત મહંમદ Muhammad સાથે કરી રહ્યા હતા, તેઓ 1993માં વડોદરા જેલ Vadodara Jail માં હતા ત્યારે ખાલિસ્તાન ફ્રન્ટના ત્રાસવાદીઓને કેવા સીધા કરી નાખ્યા હતા અને સુરત Surat માં હતા ત્યારે તેમણે મહારાષ્ટ્રની લૂંટ કરનારી ગેંગને કેવી રીતે સુધરવાનો મોકો આપ્યો હતો. મહંમદ Muhammad ને જેલર પંડ્યા Jailer Pandya ની આવા કોઈ મહાનકાર્ય સાંભળવામાં રસ ન્હોતો. છતાં સ્થિતિ એવી હતી કે જેલરને મનમાં ઘણા મહિનાઓ પછી તેમની શૌયગાથાઓ સાંભળવા માટે ગ્રાહક મળ્યો હતો અને મહંમદ Muhammad ને ખબર હતી કે જેલર પંડ્યા Jailer Pandya રાજી રહે તો તેના ઘણા કામ સરળ થવાના હતા. મહંમદ Muhammad દરેક વાતમાં માથુ હલાવી ચહેરા ઉપર આશ્ચર્ય અને ઉદગાર ભાવ લાવી પંડ્યા Pandya ની વાત સાંભળી રહ્યો હતો. વોર્ડન ક્યારેક મહંમદ Muhammad સામે તો ક્યારેક પંડ્યા સામે જોઈ રહ્યો હતો. કારણ કે કેદી Prisoner વોર્ડને તો પંડ્યા Pandya સાહેબની આ વાત અગાઉ અઢીસો વખત સાંભળી હતી.
જેલર Jailer ની કેબીન બહાર બેસતા કેદી Prisoner વોર્ડન ક્યારેક ચર્ચા કરતા હતા કે પંડ્યા Pandya સાહેબના ઘરે તેમની પત્ની બોલવાની ના પાડતી હશે જેના કારણે સાહેબ આપણી ઉપર અત્યાચાર કરે છે. મહંમદ Muhammad ની નજર પંડ્યા Pandya ની ચેમ્બરમાં ફરી રહી હતી. પંડ્યા Pandya ની ખુરશીની પાછળ ગુજરાત જેલ Gujarat Jail વિભાગનું તાળું અને ચાવીની નિશાનવાળુ ચીહ્ન હતું. જયારે ડાબી તરફ મહાત્મા ગાંધી Mahatma Gandhi નો ફોટો હતો, તે ફોટો સદીઓથી સાફ થયો ના હોય તેવી સ્થિતિમાં હતો, તેની ઉપર ઢગલો માટી હતી. જમણી તરફ 2 લાલ કલરની લાઈટો ઝબકારા મારી રહી હતી જે લાઈટો દર્શાવી રહી હતી કે જેલ Jail ની ઉંચી દિવાલો Deewal ઉપરથી પસાર થતા વાયરોમાં ઈલેક્ટ્રિક પ્રવાહ ચાલુ છે. જો કોઈ કેદી Prisoner ભાગવાનો પ્રયાસ કરે અથવા કોઈ કારણસર વીજ પ્રવાહ બંધ થઈ જાય તો તરત આ લાઈટો પણ બંધ જાય. જેલ Jail ના તમામ અધિકારીઓની ચેમ્બરમાં આવી લાલ લાઈટો ઝબુક્યા કરતી હતી.
જેલર Jailer ની ખુરશીની સામેની દીવાલ Deewal પર વિશાળ ટીવી TV માં તમામ બેરેક Barracks ઉપર નજર રાખવા માટે લગાવવામાં આવેલા સીસીટીવી CCTV ના દ્રશ્યો બદલાઈ રહ્યા હતા પણ મહંમદે Muhammad જોયુ તો પંડ્યા Pandya સાહેબ એક પણ વખત ટીવી TV તરફ નજર રાખતા ન્હોતા. કહેવા પુરતા જેલ Jail માં CCTV ચાલુ હતા પણ CCTV જોવાની કોઈ જેલ અધિકારીને ફુરસદ ન્હોતી. મહંમદ Muhammad પંડ્યા Pandya સાહેબની વાત સાંભળતા સાંભળતા ક્યારેક ટીવી TV સામે જોઈ લેતો હતો, તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે કઈ કઈ બેરેક Barracks ઉપર અહિંયાથી નજર રાખી શકાય છે. પંડ્યા Pandya સાહેબે જ સામે ચાલી મહંમદ Muhammad ને બોલાવ્યો હતો પણ હવે તેઓ ભુલી ગયા હતા કે જેના કારણે મુળ વાત કરવાને બદલે બીજી બધી વાતો કરી રહ્યા હતા. વોર્ડન ચાલાક હતો, તે છેલ્લાં 5 વર્ષથી પંડ્યા Pandya સાહેબની સેવામાં હતો, તે સમજી ગયો કે સાહેબ વાત ભુલી ગયા છે.
જો મહંમદ Muhammad વાત કરશે નહીં તો સાહેબ મુળ વાત ઉપર આવશે નહીં એટલે કેદી Prisoner વોર્ડને પંડ્યા Pandya સાહેબને વિનંતી કરતો હોય તેવા સુરમાં કહ્યુ સાહેબ મહંમદભાઈ Muhammadbhai ને પાછો બેરેક Barracks માં મુકી આવુ? કેદી Prisoner વોર્ડનની વાત સાંભળી મહંમદ Muhammad ને આશ્ચર્ય થયુ, તેને કેદી Prisoner વોર્ડનનો દાવ સમજાયો નહી એટલે તેણે તરત કહ્યુ અરે સાહેબે મને કોઈ કામ માટે બોલાવ્યો હતો. આ સંવાદ સાંભળતા પંડ્યા Pandya સાહેબની ટ્યુબલાઈટ ઝબકી, તેમણે તરત પોતાના ટેબલનું ડ્રોઅર ખોલતા કહ્યુ, અરે ભાઈ કામ કેટલું રહે છે, સરકાર પણ જેલ Jail ની ખાલી જગ્યાઓ ભરતી નથી. મારા પર 3 જેલરનો ચાર્જ છે. ગઈકાલે તે સુપ્રીટેન્ડન્ટ સાહેબને વિનંતી કરી હતી, તેમણે મને બોલાવી કહ્યુ મહંમદ Muhammad આપણો સારો કેદી Prisoner છે તેને તમામ મદદ કરવાની છે, તેમ કહેતા પંડ્યા Pandya એ કેટલાંક કાગળો કાઢી મહંમદ Muhammad ના હાથમાં મુકતા કહ્યુ આ સાહિત્ય વાંચી લેજે અને પછી તમે નક્કી કરજો તમારે શુ કરવાનું છે. મારા તરફથી તમને તમામ મદદની ખાતરી આપુ છું. મહંમદે Muhammad કાગળો હાથમાં લેતા તેને પોતાના માથે અડાડ્યા. કાગળ તરફ એક નજર કરી જાણે તેને લાગ્યુ કે જેલ Jail માંથી છુટવાનો ઓર્ડર તેના હાથમાં હોય. મહંમદે Muhammad 2 હાથ જોડી પંડ્યા Pandya નો આભાર માન્યા.
પંડ્યા Pandya પોતાની ખુરશીમાં ઉભા થઈ ગયા. ખાખી પેન્ટ શર્ટના યુનિફોર્મ અને જેલ Jail વિભાગના કાળા પટ્ટાની વચ્ચેથી પંડ્યા Pandya નું મોટુ પેટ શર્ટ ફાડી જાણે બહાર નિકળવા માટે ઉતાવળ કરી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ હતું. મોટા પેટના કારણે કમર પટ્ટાની ઉપર રહેલુ શર્ટનું બટન ખુલી ગયુ હતું. જેમાંથી સફેદ ગંજી દેખાઈ રહી હતી. પંડ્યા Pandya એ મહંમદ Muhammad પાસે આવી તેના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ મહંમદ Muhammad કંઈ પણ કામ હોય તો મને કહેજે, વોર્ડન નિકળવાની ઉતાવળમાં હતો. તેણે મહંમદ Muhammad સામે આંખથી ઈશારો કરી બહાર નિકળવા કહ્યુ મહંમદે Muhammad ફરી તેમને આભાર માન્યો અને તે ચેમ્બરની બહાર નિકળ્યો. વોર્ડન SRP જવાન પાસેથી પસાર થઈ આગળ જતા રોકાયો, મહંમદ Muhammad જવાન પાસે આવતા જવાન ઉભો થયો તેણે મહંમદ Muhammad ને પગથી લઈ માથા સુધી તપાસ્યો અને મહંમદ Muhammad પાસે કંઈ વાંધાજનક વસ્તુ નથી તેની ખાતરી કર્યા બાદ તેને જેલ Jail માં જવાની મંજુરી આપી. વોર્ડને જોયુ કે મહંમદ Muhammad અને પોતાની વાત કોઈ સાંભળી શકે તેમ નથી ત્યારે તેણે ચાલતા ચાલતા મહંમદ Muhammad પાસે આવી કહ્યુ પંડ્યા Pandya સાહેબ ઉપર ખરેખર આપણે માનવ અધિકારનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી શકીએ.
કોઈ કેદી Prisoner ને ફાંસીની સજા આપવી તેના કરતા પંડ્યા Pandya સાહેબની ચેમ્બરમાં 24 કલાક પુરી રાખો તો સાહેબ બોલી બોલી તેને મારી નાખે. વોર્ડનની વાત સાંભળી મહંમદ Muhammad ખડખડાટ હસી પડ્યો. મહંમદ Muhammad પોતાની બેરેક Barracks તરફ પાછો જઈ રહ્યો હતો, પણ હવે તેની સામે કોણ અને કેવી નજરે જોઈ રહ્યુ છે તેની કોઈ ફિકર ન્હોતી, તે બધા સામે જોઈ રહ્યો હતો પણ ખરેખર તે પોતાના વિચારમાં મશગુલ હતો. વોર્ડન તેની સાથે વાત કરી રહ્યો હતો પણ હવે વોર્ડન તેની સાથે ક્યા વિષય ઉપર શુ વાત કરી રહ્યો છે તેની પણ તેને ખબર ન્હોતી. મહંમદ Muhammad પાકા રસ્તા ઉપરથી કાચી કેડી તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં પેલી હનુમાનની Hanuman ji દેરી પાછી આવી ખબર નહીં પણ દેરી જોતા તેણે માથુ નમાવી દેરીને વંદન કર્યા. દેરીની બહાર બેઠેલા કેદી Prisoner ઓને પણ મહંમદ Muhammad ના વ્યવહારનું આશ્ચર્ય થયુ કે મીયાભાઈ દેરીને જોઈ કેમ નમ્યો હતો પણ ખરેખર મહંમદે Muhammad આવુ કેમ કર્યુ તેની તેને પોતાને પણ ખબર ન્હોતી.
મહંમદ Muhammad જેવો પોતાના વોર્ડના દરવાજા સુધી આવ્યો તેની સાથે જેલર Jailer ઓફિસનો વોર્ડન તેને મુકી પાછો નિકળ્યો. મહંમદ Muhammad ને આવતો જોઈ યુનુસ Yunus અને યુસુફ Yusuf દોડતા મહંમદ Muhammad ને મળવા માટે ગયા. મહંમદ Muhammad ના ચહેરા ઉપર એક અલગ જ ખુશી હતી. તેણે નજીક આવેલા યુનુસ Yunus અને યુસુફ Yusuf ના હાથમાં જેલરે Jailer આપેલા કાગળો મુક્યા, તેમણે કાગળો હાથમાં લીધા પણ તેમને મહંમદ Muhammad ની ખુશીનું કારણ સમજાયુ નહીં. મહંમદ Muhammad હસતો હસતો બેરેક Barracks માં જતો રહ્યો.
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.