Friday, September 22, 2023
HomeSeriesDeewal Seriesમહંમદ મેચ રમાડી રહ્યો હતો પણ તેનું ધ્યાન અજાણતા યુનુસ તરફ જઈ...

મહંમદ મેચ રમાડી રહ્યો હતો પણ તેનું ધ્યાન અજાણતા યુનુસ તરફ જઈ રહ્યુ હતુ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-6 દિવાલ): સુપ્રીટેન્ડન્ટ વસાવા Superintendent Vasava રાઉન્ડ લઈ જતા રહ્યા હતા, ત્યાર બાદ બાકીના કેદી Prisoner ઓ ફરી વોલીબોલ Volleyball રમવા લાગ્યા હતા, પણ મહંમદ Muhammad ખુણામાં શાંત ઊભો હતો, મહંમદે ભણવાની કેમ વાત કરી તેવો પ્રશ્ન તેના તમામ સાથીઓને હતો, તે બધા તેના કરતા દુર ઊભા હતા, પણ બધાની નજર મહંમદ Muhammad તરફ હતી, તેઓ મહંમદ Muhammad ના મનમાં ચાલી રહેલી ગરબડ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જો કે તેમને ખબર હતી કે મહંમદ Muhammad બહુ ઓછી વાત કરે છે અને તે જે બોલવા માગતો નથી, તે વાત તેની પાસેથી જાણવી અધરી હતી. તેના કારણે તેને પુછવાનો પણ કોઈ અર્થ ન્હોતો મહંમદ Muhammad ના ધ્યાન આવ્યું કે તેના સાથીઓ તેને તરફ જોઈ રહ્યા છે, તેના કારણે તેણે ચહેરા ઉપર એક સ્મીત આપ્યુ અને બધુ પહેલા જેવું જ છે કઈ ખાસ નથી, તેવું બતાડવા તેણે વોલીબોલ VolleyBall રમી રહેલા કેદી Prisoner ઓને સંબોધતા કહ્યું દોસ્તો આપકા પ્યારા રેફરી આ ગયા હૈ, તેમ કહી તે નેટના એક છેડે જઈ ઊભો રહી ગયો, મહંમદ Muhammad રેફરી તરીકે આવ્યો તેવી ખબર પડતા કેદી Prisoner ઓએ ચીચીયારીઓ પાડી તેનું સ્વાગત કર્યું હતું. યુનુસ Yunus તેનો જુનો સાથી હતો, તે મહંમદના વ્યવહારને વર્ષોથી સમજી રહ્યો હતો, તેનું માનવુ હતું કે મહંમદ Muhammad જે રીતે સ્વસ્થ હોવાનો દેખાવ કરી રહ્યો છે તેનો અર્થ તે સ્વસ્થ નથી અથવા તેની સ્વસ્થતા એવું બતાડી રહી છે તેની ઈચ્છા હતી તેવી કોઈ બાબત થઈ છે. યુનુસ Yunus યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે કયારેય તેણે તેની સાથે કઈક ભણવુ જોઈએ તેવી વાત કરી હતી, પણ તેને આવી કોઈ ઘટના અને સંવાદ થયો હોય તેવું યાદ આવ્યું નહીં. કુલ 8 સાથીઓ હતા, તેમાં મહંમદ Muhammad કોઈની સાથે ખુલીને અને સ્પષ્ટતાપુર્વક વાત કરે તો તે યુનુસ Yunus એકમાત્ર હતો.યુનુસ Yunus ને ખાતરી હતી કે આજે નહીં તો આવતીકાલે મહંમદ Muhammad તેની સાથે વાત કરશે, મહંમદ Muhammad મેચ રમાડી રહ્યો હતો, પણ તે કયારેય અજાણતા યુનુસ Yunus સામે જોઈ રહ્યો હોય તેમ ત્રાંસી નજરે યુનુસ Yunus સામે જોઈ લેતો હતો, મહંમદ Muhammad ને પણ ખબર હતી કે તેણે યુનુસ Yunus સહિત કોઈને કયારેય ભણવાની વાત કરી ન્હોતી, પણ સુપ્રીટેન્ડન્ટ Superintendent સામે અચાનક ભણવાની વાત કરતા તેના બાકીના સભ્યો મુંઝવણમાં મુકાઈ ગયા હતા, મહંમદ Muhammad ને ખબર હતી કે આ પ્રશ્નને લઈને યુનુસ Yunus ના મનમાં ગરબડ થતી હશે, પણ યુનુસ પણ પોતાના સ્વભાવ પ્રમાણે સામે ચાલી કઈ પુછશે નહીં, તેના કારણે વહેલા મોડા તો તેને વાત કહેવાની જ હતી, અને મહંમદ Muhammad ના મનમાં જે ચાલી રહ્યુ હતું, તેની જાણકારી એકલા યુનુસને નહીં, પણ બધા જ સાથીઓને આપવાની હતી, કારણ બધાએ સાથે મળી કામ કરવુ પડે તેમ હતું. જેલ Jail ના નિયમ પ્રમાણે 5 વાગે જમવાનું આવી જાય છે, જેના કારણે ગેઈમ પુરી કરી કેદી Prisoner ઓ પોતાના હાથ પગ ધોઈ જમવાની તૈયારી કરી રહ્યા હતા, અને બરાબર 5ના ટકોરે તેમના વોર્ડમાં જમવાનું લઈ પેડલ રીક્ષા આવી પહોંચી હતી, બધા કતારમાં આવી ઊભા રહી ગયા હતા.

સાંજના મેનુ પ્રમાણે ખીચડી શાક અને રોટલી આવી હતી, આમ તો મહંમદે આજ સુધી જમવાનું લઈ આવેલા કેદી Prisoner ને કયારેય જમવા અંગે કઈ પુછયુ ન્હોતુ, પણ તેનો વારો આવતો તેણે કેદી Prisoner ને પુછયુ કે ભાઈ શાક શેનુ છે, મહંમદ Muhammad નો અવાજ અને સંવાદ યુનુસ Yunus ના કાને પડયો ત્યારે પોતાની થાળી લઈ બેરેક Barracks તરફ જઈ રહ્યો હતો, પણ મહંમદના આ સંવાદને કારણે તેના પગ ત્યાં થંભી ગયા હતા, તેણે ડોકુ પાછુ ફેરવી મહંમદ Muhammad સામે જોયુ હતું, મહંમદ Muhammad પણ બોલતા બોલી ગયો, પણ તેને પણ ખબર પડી ગઈ હતી કે તેણે આવો વ્યવહાર કયારેય કર્યો નથી,. જેના કારણે યુનુસ Yunus તેને પકડી પાડશે અને યુનુસ Yunus તેની સામે જોતો પણ હશે, તેના કારણે મહંમદની હિમંત થઈ નહીં કે તે પાછો ફરી યુનુસ Yunus સામે જુવે, કેટલાંક કેદી Prisoner ઓ બેરેક Barracks ની બહાર વોર્ડના ખુલ્લા મેદાનમાં જમી રહ્યા હતા, જયારે અલિખીત કરાર પ્રમાણે મહંમદ Muhammad પોતાના સાથીઓ સાથે બેરેકમાં જમી રહ્યો હતો, બધા ચુપચાપ જમી રહ્યા હતા, પણ બધા થોડી થોડીવારે જમતી વખતે મહંમદ Muhammad સામે જોઈ રહ્યા હતા.તમામને એવું હતું કે મહંમદ Muhammad તેમને કઈક વાત કરશે, મહંમદ Muhammad ની આજે હિમંત થતી ન્હોતી કે તેના સાથીઓ સામે આંખ ઉચી કરી જુવે, આમ તો તે ટીમનો મેજર હતો, પણ મેજર આજે મુંઝવણમાં હતો, સૌથી પહેલા મેજર મહંમદ Muhammad નું જમવાનું પુરૂ થઈ ગયુ, તે ઊભો થઈ બેરેક Barracks ની બહાર ગયો, મેદાનમાં એક નળ હતો ત્યાં જઈ તેણે પોતાની થાળી અને વાટકી ધોઈ નાખી અને નજીકમાં આવેલા લીમડાના ઓટલા ઉપર જઈ બેઠો હતો, તેને થતુ હતું કે હમણાં જે તે પોતાના સાથીઓને ખરેખર શુ થયુ છે તે કહી દે, પણ બીજી જ ક્ષણે તેણે છેલ્લાં 8 વર્ષથી સાથે રહેતા પોતાના સાથીઓ ડર લાગતો હતો, તેને લાગતુ હતું કયાંક ઉતાવળ થઈ ગઈ તો બધી વાત બગડી જશે, તે પોતાની જાતને પણ પુછી રહ્યો હતો કે તેનો નિર્ણય સાચો છે કે ખોટો, મનમાં એક ધમાસાણ ચાલી રહ્યુ હતું અને તેનો ચહેરો તે છુપાવી શકતો ન્હોતો, એટલે જ તે થાળી ધોવાના બહાને બેરેક Barracks છોડી બહાર બેસી ગયો હતો, તેની આસપાસ કેટલાંક કેદી Prisoner ઓ હજી જમી રહ્યા હતા, તો કેટલાંક જમ્યા પછી ગપ્પા મારી રહ્યા હતા, પણ અસંખ્ય અવાજો વચ્ચે મહંમદ Muhammad એકલો શાંત અને એકલો હતો.

- Advertisement -

આજે મનમાં જે સ્થિતિ નિર્માણ થઈ હતી તેવુ આ પહેલા કયારેય થઈ ન્હોતી, આ દરમિયાન સાંજના 6 થવા આવ્યા હતા, જેલ સીપાઈ અને વોર્ડન ત્યાં આવી પહોંચ્યા, બધા કેદી Prisoner ઓ બેરેક Barracks ની બહાર આવી ગયા અને એક પછી એક કેદી Prisoner ફરી બેરેક Barracks માં જવા લાગ્યા, વોર્ડન કેદી Prisoner ઓની સંખ્યાગણી રહ્યો હતો, જેલ Jail ના નિયમ પ્રમાણે સાંજના 6 વાગે બંદી થઈ જતી હતી, બેરેક Barracks માં કેદી Prisoner ઓને મુકતી વખતે તેમની ગણતરી થવી અનિવાર્ય હતી, તેના કારણે મહંમદ Muhammad પણ કતારમાં ઊભો થઈ ગયો, અને બેરેક Barracks માં જતો રહ્યો હતો, હવે બધા કેદી Prisoner ઓ બેરેક Barracks માં જ હતા, બેરેક Barracks માં આવ્યા પછી સાંજનો સમય બહુ આકરો થઈ જતો હતો, બેરેકમાં નિયમ પ્રમાણે TV ની પણ વ્યવસ્થા હતી, પણ TV માં એક માત્ર ચેનલ એટલે દુરદર્શન જ જોઈ શકતા હતા, જેના કારણે કેદી Prisoner ઓ TV ચાલુ કર્યુ હતું, પણ TV ઉપર ગાય કેવી રીતે દુધ વધારે આપી શકે તે અંગેનો કાર્યક્રમ આવી રહ્યો હતો, પરંતુ કેદી Prisoner ઓ સમય પસાર કરવા માટે તે કાર્યક્રમ પણ ધ્યાનથી જોઈ રહ્યા હતા, મહંમદ Muhammad નું ધ્યાન પણ TV તરફ હતું, પણ તેની નજર માત્ર TV તરફ હતી, વિચારો બીજી જગ્યાએ દોડી રહ્યા હતા, રાતના 9 વાગી રહ્યા હતા, કેદી Prisoner ઓ સુઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, બેરેક Barracks ની બહાર અંધારૂ થઈ ગયુ હતું, પણ સ્ટ્રીટ લાઈટ Street light જાણે હું તમારી સાથે છુ તેવા ભાવ સાથે જાગી રહી હોય તેવુ લાગી રહ્યુ હતું, એકાદ જેલ Jail સીપાઈ રોજ પ્રમાણે આવ્યા અને બેરેક Barracks ની જાળીમાંથી તેણે બેરેક Barracks ની ચારે તરફ નજર કરી અને તે ત્યાંથી જતો રહ્યો હતો, ધીરે ધીરે બધા સુઈ રહ્યા હતા, હવે બેરેક Barracks ના એક ખુણામાં એક બલ્બ સળગી રહ્યો હતો, મહંમદ Muhammad ની બાજુમાં યુનુસ Yunus હતો, મહંમદે ધીમા અવાજે પુછયુ.. તુ મને કઈ પુછવા માગે છે.. યુનુસે આંખ ખોલી અને કહ્યુ તુ જે કરીશ તેમા હું તારી સાથે છું.

(ક્રમશ):

PART – 5 | બધા વોલીબોલ રમી રહ્યા હતા પણ તેનું ધ્યાન બેરેક તરફ જઈ રહ્યુ હતુ
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular