Friday, May 1, 2026
HomeSeriesDeewal Seriesપરવેઝ ના ગાત્રો થીજી ગયા, એક ગજબનો ચમકારો શરીરમાથી પસાર થઇ ગયો

પરવેઝ ના ગાત્રો થીજી ગયા, એક ગજબનો ચમકારો શરીરમાથી પસાર થઇ ગયો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-3 . દિવાલ): બેરેક Barracks માં બધા પોત પોતાના કામે લાગી ગયા હતા, પરવેઝ Pervez નમાઝ અદા કરી રહ્યો હતો, બેરેક Barracks માં બધા જ પોતાના કામમાં મશગુલ હતા જેના કારણે બેરેક Barracks માં નિરવ શાંતિ હતી. બેરેક Barracks ની બહાર નિકળો એટલે વિશાળ ગ્રાઉન્ડ હતું. ગ્રાઉન્ડ અને બેરેકે Barracks ની ફરતે વિશાળ 10 ફુટ ઊંચી દિવાલ Deewal હતી. તેની બહાર જવાનો દરવાજો ખુલ્લો હતો, પણ મહંમદ Muhammad સહિત તેના 8 સાથીઓને વોર્ડની બહાર નિકળવાની મંજુરી ન્હોતી. ગ્રાઉન્ડના ગેટ ઉપર એક કેદી Prisoner વોચમેન Watchman ની ડયૂટી કરતો હતો, જેને સેવક તરીકે ઓળખવામાં આવે છે. તેણે પણ બીજા સજા પામેલા કેદીઓ Prisoner ની જેમ સફેદ કપડાં જ પહેર્યા હતા, માત્ર તેના માથા ઉપર રહેલી સફેદ ટોપીમાં વાદળી પટ્ટા હતા. તેનો અર્થ એવો થતો કે જેલ Jail ઓથોરેટી તેની ઉપર વિશ્વાસ કરે છે અને તેને જેલ Jail ની રોજબરોજની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યો છે.



આ 200 ખોલી તરીકે ઓળખાતી બેરેક Barracks ના અન્ય કેદી Prisoner ઓને વોર્ડની બહાર જવાની મંજુરી હતી, પણ મહંમદ Muhammad અને તેના સાથીઓ ઉપર જે પ્રકારના ગંભીર આરોપ લાગ્યા હતા તેના કારણે તેમને જેલ Jail પરિસરમાં પણ જેલ Jail સીપાઈની હાજરી વગર બહાર નિકળવા મળતુ ન્હોતુ, સવારના પહેલા તડકાની શરૂઆત થઈ ગઈ હતી. કેટલાંક કેદી Prisoner ઓ ન્હાઈ-ધોઈ તડકો આવી રહ્યો હતો તે દિશામાં જઈ તડકો લઈ રહ્યા હતા, જે કેદી Prisoner ઓ તડકો લઈ રહ્યો હતા, તેમની નજર વારં-વાર વોર્ડના ખુલ્લા દરવાજા તરફ જતી હતી. જાણે તે કોઈની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગતું હતું, પણ તેમની આતુરતાનો અંત આવ્યો એક પેડલ રિક્ષા Pedal rickshaw લઈ 2 કેદી Prisoner ઓ 200 ખોલીના વોર્ડ તરફ આવ્યા, તડકો લઈ રહેલા કેદી Prisoner ઓના ચહેરા ઉપર એકદમ તાજગી આવી ગઈ, તેઓ તરત ઉતાવળ પગલે પોતાની બેરેક Barracks માં ગયા અને હાથમાં ગ્લાસ લઈ બહાર આવ્યા. આ કેદી Prisoner ઓ પૈકી એક કેદી Prisoner એ વોર્ડમાં રહેલા કેદી Prisoner ઓને જાણ કરતો હોય તેવી રીતે બુમ પાડી, સાથીઓ બહાર આવી જાવ, બધા તેની વાત સમજી ગયા હોય તેમ પોતાના સામાનમાં રહેલો ગ્લાસ લઈ બેરેક Barracks ની બહાર નિકળ્યા, બેરેક Barracks માં માત્ર પરવેઝ Pervez જ રહી ગયો તેની નમાઝ Prayer હજી પુરી થઈ ન્હોતી.

પેડલ રિક્ષા Pedal rickshaw ની પાસે બધા કતારમાં ઊભા રહી ગયા, એક કેદી Prisoner નું ધ્યાન મહંમદ Muhammad તરફ જતા તેણે કહ્યું ભાઈ આપ પહેલે આ જાઈએ, મહંમદે Muhammad હસીને ના પાડી. પેડલ રિક્ષા લઈ જે કેદી Prisoner ઓ આવ્યા હતા તે જેલ Jail ના નિયમ પ્રમાણે કેદી Prisoner ઓને મળતી ચા અને નાસ્તો લઈ આવ્યા હતા. જેલ Jail ની આ કામગીરી પણ જેલ Jail ના રસોડામાં કેદી Prisoner ઓ જ કરતા હોય છે, ચા લઈ આવેલા કેદી Prisoner ઓ કતારમાં ઊભા રહેલા કેદી Prisoner ના ગ્લાસમાં ચા આપતા હતા, સાથે નાસ્તામાં બ્રેડ Bread ની બે સ્લાઈઝ આપતા હતા, ચામાં દુધનું પ્રમાણ નહિવત જ રહેતુ હતું, પણ બધાને હવે આ ચા Tea ની આદત પડી ગઈ હતી. ચા Tea અને બ્રેડ Bread મળતા કેદી Prisoner ઓ ગ્રાઉન્ડમાં જુદા જુદા ગ્રુપમાં ઊભા રહી ચા અને બ્રેડ Bread નો નાસ્તો કરી રહ્યા હતા, મહંમદ Muhammad ના હાથમાં બે ગ્લાસ હતા, તેણે પહેલા પોતાની ચા લીધી અને બીજા હાથમાં રહેલો ગ્લાસ આગળ કર્યો એટલે ચા આપી રહેલા કેદી Prisoner એ પ્રશ્નાર્થ નજરે મહંમદ Muhammad સામે જોયુ, મહંમદે જવાબ આપતા કહ્યું, પરવેઝ Pervez કે લીયે હૈ, વો નમાઝ પઢ રહા હે, કેદી Prisoner એ બીજા ગ્લાસમાં પણ ચા આપી દીધી. મહંમદ Muhammad ચા અને બ્રેડ લઈ બેરેક Barracks માં ગયો અને પરવેઝ Pervez ની ચા અને બ્રેડ તેની બાજુમાં મુકયા.



ત્યારે જ પરવેઝ Pervez ની નમાઝ પુરી થઈ, તેણે પોતાની ચા-નાસ્તો જોયો અને મહંમદ Muhammad સામે જોતા કહ્યું શુક્રીયા ભાઈ, મહંમદ Muhammad કઈ બોલ્યો નહીં., પરવેઝે Pervez ચામાં બ્રેડ ડુબાડી અને મહંમદ Muhammad સામે જોતા પુછયું મેજર મેં દેખ રહા હું કી આપ કુછ દિનો સે શાંત હો ગયે હો, મહંમદે પરવેઝ Pervez ની આંખમાં જોતા પુછયું મેં કબ બોલતા થા, પુલીસવાલા Policeman ને માર માર કે તોડ દિયા તો ભી જબાન નહીં ખોલી થી. ચામાં નરમ થઈ ગયેલી બ્રેડ પાછી ચાના ગ્લાસમાં સમાધી લઈ લે તે પહેલા પોતાના મોઢામાં મુકતા તેણે બીજી રીતે પોતાનો પ્રશ્ન રજુ કરતા કહ્યું મેજર આપ કે ચહેરે પે જો શાંતિ હે વહ દેખકર અંદર સે ડરસા લગતા હૈ. મહંમદ Muhammad કઈ બોલ્યો નહીં, તેણે ચ્હાનો છેલ્લો ઘુટ પીવા માટે પોતાની ગરદન ઊંચી કરી અને ગ્લાસ હોઠ પાસે લાવી ઉંધો કર્યો, ગ્લાસ બાજુ ઉપર મુકી બેરેક Barracks માં 4 તરફ નજર કરી, કોઈ આસપાસ નથી તેની ખાતરી કરી લીધી અને ધીમા અવાજે પુછયું, જેલ Jail કે બહાર નિકલના હૈ?

- Advertisement -

પ્રશ્ન સાંભળતા પરવેઝ Pervez ના ગાત્રો જાણે થીજી ગયા હોય તેવી એક ગજબની ઠંડીનો ચમકારો તેના શરીરમાંથી પસાર થઈ ગયો, તે સુન્ન થઈ ગયો, મહંમદ Muhammad તેના ચહેરા સામે જોઈ રહ્યો હતો, કદાચ તે પરવેઝ Pervez ના ચહેરા ઉપર બદલાઈ રહેલા ભાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરવેઝે Pervez પણ 4 તરફ નજર ફેરવી તેણે પણ ખાતરી કરી લીધી તે મહંમદ Muhammad જે બોલ્યો છે તે કોઈએ સાંભળ્યુ નથી. પરવેઝ Pervez ડરતા ડરતા પુછયું કૈસે અને મહંમદ Muhammad એકદમ ઊભો થઈ ગયો, તે પોતાના ચા Tea નો ગ્લાસ ધોવા માટે વોર્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં રહેલા નળ ઉપર જઈ રહ્યો હતો. પરવેઝ Pervez પાસેથી નિકળતા પહેલા તેણે એટલું જ કહ્યું વક્ત કા ઈંતઝાર કરો. પરવેઝ Pervez ઘબરાઈ ગયો, આવો જ ડર, તેને 8 વર્ષ પહેલા લાગ્યો હતો, જ્યારે જુહાપુરા Juhapura માં તેના ઘરે પોલીસ આવી તેને ઉપાડી લઈ હતી. 10માં ધોરણ સુધી ભણેલા પરવેઝ Pervez નો પરિવાર 1993માં થયેલા તોફાન Riots પછી શાહપુર Shahpur નું ઘર છોડી જુહાપુરા Juhapura માં રહેવા આવી ગયો હતો, જેના કારણે પરવેઝ Pervez નો ઉછેર જુહાપુર Juhapura માં જ થયો હતો. તેને મોબાઈલ ફોન Mobile Phone ના રીપેરીંગમાં રસ હતો તેના કારણે 10માં ધોરણ પછી પરવેઝે Pervez મોબાઈ રીપેરીંગ Mobile Repairing ના કલાસ કર્યા હતા અને એક નાનકડી ભાડાની દુકાનમાં, તે મોબાઈલ ફોન રીપેર કરતો હતો.



આમ તો કહેવા માટેની જ દુકાન હતી, પણ 3 બાય 5 ફુટની જ જગ્યા હતી. તે મોબાઈલ રીપેરીંગ Mobile Repairing ની સાથે મોબાઈલ સીમકાર્ડ SIM Card અમે ફોનની એસેસરીઝ Accessories વેચવાનું પણ કામ કરતો હતો. તેને પગની તકલીફ હોવાને કારણે તેના માટે આ ધંધો જ શ્રેષ્ઠ હતો. તે સવારે 10 વાગે દુકાને આવી જતો હતો, જ્યારે 2 વાગે તેની નાની બહેન તેને ટીફીન આપી જતી હતી. પરવેઝ Pervez નું એક જ સ્વપ્ન હતું કે થોડા ઘણા પૈસા બચાવી નાની બહેનના નિકાહ Marriage સારી રીતે કરૂ, પણ તેનું તે સ્વપ્ન અધુરૂ રહી ગયું, તે હજી દુકાનું તાળુ ખોલતો જ હતો ત્યારે તેના કરતા પહેલા ત્યાં આવી પહોંચેલા પોલીસવાળા Police એ તેને રીતસરનો ઉપાડી પોલીસની જીપમાં નાખી દીધો હતો અને તેને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch લઈ આવ્યા હતા. આ 8 વર્ષમાં તેમની બહેનના નિકાહ Marriage પણ થઈ ગયા પણ તેને જામીન અને પેરોલ Bail and parole ના મળી તેના કારણે તે નિકાહમાં જઈ શકયો ન્હોતો. તે રાતે તે ખુબ રડયો હતો, પણ તેની પાસે આંસુ સિવાય તેનો સાથ આપી શકે તેવો કોઈ સાથી હતો નહીં. પરવેઝ Pervez પણ યુસુફ Yusuf ની જેમ માની રહ્યા હતો કે તે ક્યારે બહાર નિકળી શકશે નહીં, પણ આટલા વર્ષો પહેલી વખત કોઈએ જેલ Jail ની બહાર જવાની વાત કરી હતી અને તે પણ મહંમદે..

(ક્રમશઃ)

PART – 2 | મજહરને પતંગનો બહુ શોખ કદાચ તે છાપરે ચઢી પતંગ ચઢાવતો હશે

- Advertisement -

Advertisement




તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular