પ્રશાંત દયાળ (દિવાલ: ભાગ-2) : મહંમદ Muhammad ની નજર હજી ઉડતા પતંગ Kite અને આકાશમાં ઊંચે ઉડી રહેલી સમડીઓ ઉપર હતી, તે ખાસ્સા સમય સુધી આકાશમાં જોતો રહ્યો હતો. યુસુફ Yusuf નું ધ્યાન મહંમદ Muhammad તરફ હતું. તે ઉભો થઈ મહંમદ Muhammad ઉભો હતો ત્યાં દરવાજા Door પાસે આવ્યો અને મહંમદ Muhammad ની નજર જ્યાં હતી તે તરફ જોતા પુછ્યુ મેજર ક્યા દેખ રહે હો.. મહંદમ Muhammad ની ઉંચાઈ 6 ફુટ 2 ઈંચ હતી. બટકેની હાઈટ માંડ સાડા 4 ફુટ હતી. મહંમદે Muhammad બટેકાના માથાના વાળમાં હાથ ફેરવતા કહ્યુ કુછ નહીં બટકે મઝહર Mazhar ની યાદ આવી ગઈ, એટલું કહેતા તેણે ઉડતા પતંગ Kite તરફ ઈશારો કરતા કહ્યુ મઝહર Mazhar ને પતંગનો બહુ શોખ છે, કદાચ તે પણ ઘરના છાપરા ઉપર ચઢી પતંગ Kite ચઢાવતો હશે. પહેલા તો હું તેને પતંગ Kite અપાવવા માટે લઈ જતો હતો પણ ખબર નહીં હવે તેને કોણ પતંગ Kite અપાવતુ હશે. હવે તો તે મોટો પણ થઈ ગયો છે. કદાચ જાતે જ પતંગ Kite લઈ આવતો હશે. બટકે ઉડતા પતંગ Kite સામે જોઈ રહ્યો હતો. મહંમદે Muhammad તરત બટકેના ખભા ઉપર હાથ મુક્યો અને બીજા હાથના ઈશારે પતંગ Kite ની ઉપર ઉડી રહેલી સમડી તરફ ઈશારો કરતા કહ્યું બટકે જો પેલી સમડી તેને કોઈ દિવાલો Deewal ના બંધન નડતા નથી, તે કેટલી ઉંચાઈ ઉપર ઉડે છે.
Advertisement
બટકે મહંમદ Muhammad ના કહેવાનો ઈશારો સમજ્યો નહીં. તેણે પોતાની નજર મહંમદ Muhammad તરફ ફેરવી સામે જોયુ અને કહ્યું સમજ્યો નહીં શુ કહેવા માગો છો તમે.. મહંમદ Muhammad બટકેની નિર્દોષ આંખોમાં જોઈ રહ્યો, ઘણી વખત મહંમદ Muhammad ને યુસુફ Yusuf બટકેના વિચાર આવતા ત્યારે તે વિચલીત થઈ જતા હતા, તેને લાગતુ હતું કે બટકે ખોટો જેલ Jail માં આવી ગયો, ખરેખર તેની જગ્યા અહીંયા ન્હોતી. મહંમદ Muhammad ને એક બટકે માટે દુખ થતુ અને બીજુ પરવેઝ Pervez લંગડાની ચિંતા હતી. પરવેઝ Pervezનું નામ યાદ આવતા મહંમદે Muhammad બેરેકમાં પાછી નજર ફેરવી જોયુ તો પરવેઝ Muhammad નમાઝ Prayers ની તૈયારી કરી રહ્યો હતો. નાનપણમાં લકવાની અસર થઈ હોવાને કારણે તે જમણા પગે લગડાતો હતો, તેના કારણે બધા લંગડાના નામે બોલાવતા હતા. હજી બટકેના સવાલનો જવાબ મળ્યો ન્હોતો, તેણે મહંમદ Muhammad નો હાથ પકડી પુછ્યુ સમડીને તમે શુ વાત કરતા હતા. મહંમદ Muhammad જાણે નાના બાળકને પુછતો હોય તે રીતે તેણે બટકેના બન્ને ખબા ઉપર હાથ મુક્યા અને સહેજ નીચે નમી ધીમા અવાજે પુછ્યુ બટકે જેલની બહાર નિકળવાની અને સમડીની જેમ ઉંચા આકાશમાં ઉડવાની ઈચ્છા થતી નથી?
વાત સાંભળતા જ બટકે મહંમદ Muhammad ના ખભા ઉપર રહેલા બંન્ને હાથ હટાવી લેતા પહેલા એક નિસાસો નાખ્યો અને કહ્યુ મેજર જે ક્યારેય સાચુ થવાનું નથી તેનો વિચાર કરી તમે મને દુખી કેમ કરો છો. પહેલા મને લાગતુ હતું કે આજે જામીન Bail થશે, આવતીકાલે જામીન Bail થશે પણ સુપ્રીમ કોર્ટ Supreme Court સુધી બધે જ જામીન Bail અરજી રદ થઈ ગઈ છે. હવે તો મારો જનાજો Janajo પણ અહિંયાથી નિકળશે તેવુ લાગે છે. બટકેની આંખમાં સહેજ ભીનાશ આવી ગઈ. મહંમદે Muhammad તેની આંખના ભીના ખુણા સાફ કરતા કહ્યુ અલ્લાહ Allah કંઈક કરશે, બટકેને તો જાણે અલ્લાહ Allah ઉપરભી ભરોસો ઉઠી ગયો હોય તેમ તેણે કહ્યુ ગયા જન્મના કોઈ પાપ હશે.બાકી આ જન્મમાં તો મેં કંઈ ખોટુ કર્યુ નથી. મહંમદે Muhammad તેના માથા ઉપર ટપલી મારતા કહ્યુ અરે તુ હિન્દુડા જેવી ગયા જન્મની વાત કરીશ નહીં, ઈસ્લામ Islam માં ગયા જન્મ વિશે કંઈ લખ્યુ નથી. મદંમદ Muhammad ના કુલ 8 સાથીઓ આ જેલ Jail માં હતા. જેમાં યુસુફ Yusuf બટકે અને પરવેઝ Pervez લંગડો બંન્ને જ ગુજરાતી Gujarati અને અમદાવાદ Ahmedabad ના હતા, બાકીના મહંમદ Muhammad સહિતના 6 ગુજરાત બહારના હતા. જેમાં મહંમદ Muhammad અને યુનુસ Yunus મધ્યપ્રદેશ MP ના વતની હતા, ચાંદ Chand અને દાનીશ Danish હૈદરાબાદ Hyderabad ના હતા અને અબુ Abu અને રીયાઝ Riaz કેરળ Kerala ના હતા, જેમાં અબુ Abu અને રીયાઝ Riaz ને બાદ કરતા બાકીના તમામ ગુજરાતી Gujarati શીખી ગયા હતા. આમ તો તેમને 8 વર્ષ આ જેલ Jail માં થઈ ગયા હતા. તેમની બેરેકની આસપાસ બધો જ માહોલ ગુજરાતી Gujarati માં હતો, જેના કારણે તેઓ ગુજરાતી Gujarati બોલવા પણ લાગ્યા હતા. અબુ Abu અને રીયાઝ Riaz ભાંગી તુટી અને હિન્દી ગુજરાતી Gujarati માં પોતાનું કામ ચલાવી લેતા હતા. મહંમદ Muhammad અને બટકે કંઈ પણ બોલ્યા વગર દરવાજામાં ઉભા રહ્યા હતા.
Advertisement
યુસુફ Yusuf 8 વર્ષ પહેલાના દિવસોને યાદ કરી રહ્યો હતો. અમદાવાદ Ahmedabad ના વાડીગામ Vadigam ની પોળનો તે રહેવાસી હતો, તે નાનો હતો ત્યારે સામે પોપડીયાવાડ Popadiyawad માં રહેતો હતો, તેના પપ્પાને સાયકલ રીપેરીંગ Bicycle repairing ની દુકાન હતી પણ પોપટીવાડ Popadiyawad નો માહોલ એવો હતો કે યુસુફ Yusuf ના અબ્બા Papa ને એવુ લાગતુ હતું કે યુસુફ Yusuf અહિયા રહેશે તો ભણશે નહીં અને ટપોરીગીરી કરશે, એટલે જ્યારે તેમણે વાડીગામ Vadigam માં હિન્દુઓ Hindu ના મકાન વેચાવાની શરૂઆત થઈ ત્યારે એક મકાન House ખરીદી લીધુ હતું. યુસુફ Yusuf અમદાવાદ Ahmedabad માં થતાં કોમી તોફાન Communal riots નો સાક્ષી હતો, દિવસો સુધી કરફ્યુ Curfew લાગી જતો હતો જેના કારણે તેની સ્કૂલ School માં રજા પડતી હતી. તોફાનો Riots ને કારણે અમદાવાદ Ahmedabad ના કોટ વિસ્તારની અનેક હિન્દુ Hindu પોળો ખાલી થવા લાગી હતી. હિન્દુ Hindu ઓ પાસે પૈસા અને આખા અમદાવાદ Ahmedabad માં રહેવા માટે અનેક વિસ્તારો હતા. હિન્દુ Hindu પોળો ખાલી થતી તે આસપાસના મુસ્લિમો Muslim જ તેમા મકાન ખરીદી લેતા હતા. યુસુફ Yusuf ના અબ્બાની ઈચ્છા હતી કે તેમનો દિકરો ભણે અને સરકારી નોકરી Government Job કરે પણ યુસુફ Yusuf નું મન કંઈ શિક્ષણમાં લાગતુ ન્હોતુ, તેના કારણે થાકીને તેના અબ્બાએ તેને પોતાની જ સાયકલ Cycle ની દુકાનમાં કામ શરૂ કરી દેવાની સુચના આપી હતી.
20 માં વર્ષે તેના નિકાહ Marriage પણ થઈ ગયા અને 21 માં વર્ષે તે મુમતાઝ Mumtaz નો પિતા પણ થઈ ગયો હતો, હજી મુમતાઝ Mumtaz 1 વર્ષની હતી,એક દિવસ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની જીપ તેની સાયકલની દુકાન ઉપર આવી ઉભી રહી. પોલિસવાળા નીચે ઉતરતા યુસુફ Yusuf ના અબ્બા સામે જોતા પુછ્યુ યુસુફ Yusuf કોન હે .. પિતા-પુત્ર સાયકલની દુકાને જ હતા, તેમની સાયકલની દુકાન દિલ્હી ચકલા Delhi Chakla થી પ્રેમ દરવાજા જવાના રસ્તા ઉપર પોલિસની તંબુ ચોકી પાસે જ હતી. પોલીસ Police કેમ આવી હશે અને યુસુફ Yusuf અંગે કેમ પુછતી હતી તેવા અનેક પ્રશ્નનો યુસુફ Yusuf ના પિતાને ઘેરી વળ્યા હતા. યુસુફે Yusuf પિતા સામે જોયુ અને પછી પોલિસવાળા Police સામે જોતા પુછ્યુ શુ થયુ સાહેબ હું યુસુફ Yusuf છુ, બોલો. પોલિસવાળા સામે ખુદ યુસુફ Yusuf જ ઉભો છે તેવુ પોલિસવાળા Police સાચુ માની શકતા ન્હોતા, યુસુફ Yusuf સામે જ ઉભો છે અને તે પોતે જ પોતાની ઓળખાણ આપી રહ્યો છે તેવી ખબર પડતા બધા પોલીસવાળા Police એકમદ એલર્ટ Alert થઈ ગયા.
Advertisement
એક પોલિસવાળો આગળ વધ્યો અને તેણે યુસુફ Yusuf ને બોચીમાંથી પકડી લીધો અને બીજા પોલિસવાળા કમરમાંથી પેન્ટથી પકડી લીધો. 2 પોલિસવાળાએ તેને એકદમ ધક્કો મારી પોલીસ જીપ તરફ ખેંચી જવા લાગ્યા. યુસુફ Yusuf ડરી ગયો તેણે આંખોમાં ડર સાથે પિતા સામે જોયુ અને પછી પોલિસવાળાને પુછ્યુ સાહેબ કંઈક વાત તો કરો શુ થયુ? પોલિસવાળા ઉતાવળમાં જવાબ આપ્યો બધી વાતો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં કરીશુ. યુસુફ Yusuf ના પિતા આગળ વધ્યા તેમણે યુસુફ Yusuf ને ખેંચી રહેલા પોલિસવાળાને રોકતા કહ્યુ સાહેબ સાહેબ શું થયુ કહો તો ખરા કેમ યુસુફ Yusuf ને લઈ જાવ છો કયાં ગુનામાં પકડો છે?, તરત 3જો પોલિસવાળો આગળ વધ્યો અને તેણે યુસુફ Yusuf ના પિતાના હાથ પકડી તેમને દુર કરતા કહ્યુ ચાચા Uncle સાહેબે યુસુફ Yusuf ને લઈ આવવાનો કહ્યો, અમને કંઈ ખબર નથી. અત્યારે કોઈ માથાકુટ કરશો નહીં, તમે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવી જજો. લોકોનું એક નાનુ ટોળુ કુતૂહલવશ બધી ઘટના જોઈ રહ્યુ હતું. તેમને કંઈ સમજાય તે પહેલા પોલિસ યુસુફ Yusuf ને લઈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની ટીમ ત્યાંથી રવાના થઈ અને તેના પિતા થોડાક અંતર સુધી જીપ પાછળ પણ દોડ્યા હતા. તેમની આંખમાં આંસુ આવ્યા, તેણે જીપ ઝડપ પકડે તે પહેલા પિતાની આંખમાં આંસુ જોયા હતા.
(ક્રમશ:)
PART – 1 | મહંમદ રોજ રાતે રડતો, તેને લાગતુ તેનો પરિવાર તેને બુમો પાડી બોલાવે છે
Advertisement
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.
Advertisement