નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે દર વખતે બહાર આવતા કૌભાંડમાં નાના માણસો પકડાઈ જતાં હોય છે અને મોટા મગરમચ્છ બચાવી લેવાનો પણ આક્ષેપ AAP દ્વારા કરવામાં આવ્યો હતો. આજે APP પાર્ટી દ્વારા શૌચાલયમાં થતાં કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો.
સમગ્ર બાબતે આજે ગુજરાત AAP દ્વારા પત્રકાર પરિષદ યોજી AAPના મહામંત્રી સાગર રબારીએ જણાવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ યોજના જાહેર કરે એટલો એનો સીધો અને સાદો અર્થેએ લોકોની પરસેવાની કમાણી માંથી ટેક્સ રૂપે જે પૈસા તિજોરીમાં જમા થાય તેને પધ્ધતિસર તેમના આગેવાનો અને કાર્યકરોન ખાતામાં કેવી રીતે સેરવી લેવા એ જ આ યોજના હોય છે.
શૌચાલય કૌભાંડ જાહેર કરતાં કિશાન સંગઠનના પ્રમુખ રાજૂ કરપડાએ જણાવ્યુ હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાની યોજના જાહેર કરવા આવી છે. આ યોજનાની શરૂઆતમાં લાભાર્થી શૌચાલય બનાવવા માગતા હોય તેમને ફોર્મ ભરીને પરિવારની વિગત આપવાની હોય છે. ત્યાર બાદ તેને ફેમેલી આઈ.ડી આપવામાં આવે છે. ત્યાર બાદ લાભાર્થીને ત્યાં શૌચાલય બનાવવામાં આવે છે. બાદમાં તલાટી અને સરપંચ તપાસ કરીને સહી થાય પછી લાભાર્થીના ખાતામાં પૈસા આપવામાં આવતા હતા.
વધુમાં જણાવતા કહ્યું કે હવે આ કામ માટે કોન્ટ્રાક્ટબેઝ પર શૌચાલય બનાવવા એજન્સીઓને કામ સોંપ્યું. અગાઉ શરૂઆતમાં જે ફોર્મ આપવામાં આવ્યા હતા. તે ફોર્મની સાથે જે ડૉક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા તેનો મિસયુઝ કરીને અને ફરીવાર ફેમેલી આઇડી નંબર પ્રાઈવેટ એજન્સીઓએ આપ્યા. જેથી એક જ પરિવારના ચાર જેટલા આઇડી બનાવી પેપર પર ચાર શૌચાલય બતાવ્યા.
આ કૌભાંડનો પર્દાફાશ કરવા માટે અમે સરકારી વેબ સાઈડ પરથી અલગ અલગ ગામના પુરાવા સાથે લાવ્યા છે. વર્ષ 2021-22 સુધીમાં સરકારની વેબસાઇડ પર બતાવેલા શૌચાલયની સંખ્યા 3153904 છે. જેમાંથી ગુજરાતનાં 11 ગામમાં સર્વે કર્યો ત્યારે સામે આવ્યું છે કે 15% શૌચાલય બોગસ છે. જે એક વાર બની ગયું છે, તેને જ બે થી ચાર વખત બતાવમાં આવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












