નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ 2022માં સતત ભારતના ખિલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે અને અત્યાર સુધી ભારતને અનેક રમતોમાં મેડલ્સ જીતડી ચૂક્યા છે. આજે કોમનવેલ્થ ગેમ્સ 2022ના 9માં દિવસે ભારત તરફથી ગુજરાતની પેરા એથલીટ ભાવિના પટેલે ટેનિસની રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભાવિના ગુજરાતનાં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનાં એક સુંઢીયા ગામની વાતની છે, આ ગામમાંથી નીકળીને તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું છે. અગાઉ પણ પેરા ઓલમ્પિક ગેમ્સમાં પણ ભાવિનાએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યું હતું.
ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શનિવારે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં 3-5 થી ગોલ્ડ જ્યારે સોનલ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા ભાવિનાએ અહીં ફાઇનલમાં નાઇજિરિયાની ક્રિશ્ચના ઇકપેઓઇને 12-10, 11-2, 11-9થી હરાવ્યા હતા.
અગાઉ, ચોત્રીસ વર્ષીય સોનલે બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સ્યુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવ્યા હતા. જોકે, રાજ અરવિંદન અલાગર મેન્સ સિંગલ્સની ‘ક્લાસ 3-5’ બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં નાઈજીરીયાના ઈસાઉ ઓગુનકુનલે સામે હારી ગયા હતા. ભારતીય ખેલાડીનો 3-11, 6-11, 9-11થી પરાજય થયો હતો.








