Thursday, October 8, 2026
HomeNational'ગ્યાનું! વંદાઓ આવી રહ્યા છે તમારા માટે' વિદ્યાર્થીઓએ પોકાર્યું 'ચપ્પલ પ્રદર્શન', ધ્રુવ...

‘ગ્યાનું! વંદાઓ આવી રહ્યા છે તમારા માટે’ વિદ્યાર્થીઓએ પોકાર્યું ‘ચપ્પલ પ્રદર્શન’, ધ્રુવ રાઠી, પ્રકાશ રાજ સહિતનાએ માગ્યું રાજીનામુ

- Advertisement -

CJP Bangaluru protest Dhruv Rathee Prakash Raj Abhishek Deepke Gyanesh Kumar SIR Narendra Modi: બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે Special Intensive Revision (SIR)ને લઈને Cockroach Janata Party (CJP) દ્વારા ‘People’s Tribunal’ વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે. CJPના સ્થાપક અભિજીત દિપકે અને કો-કન્વીનર આશુતોષ રાંકાની સાથે YouTuber ધ્રુવ રાઠી અને એક્ટર-એક્ટિવિસ્ટ પ્રકાશ રાજ પણ આ વિરોધમાં જોડાયા છે. કાર્યક્રમ આજે સાંજે 4 વાગ્યે યોજાવાનો છે. જેમાં ચપ્પલ પ્રદર્શન એટલે કે Chappal Protest કરવામાં આવશે.

CJPના જણાવ્યા મુજબ, કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી એવા લોકો ‘ટ્રિબ્યુનલ’માં પહોંચશે જેઓનો દાવો છે કે SIR દરમિયાન મતદાર યાદીમાંથી તેમના નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યા છે. CJPના કો-કન્વીનર આશુતોષ રાંકાએ જણાવ્યું કે તેઓ આવા કન્નડ લોકો સાથે વાતચીત કરશે અને તેમના દાવાઓ સાંભળશે.

- Advertisement -

‘People’s Tribunal’ બાદ ‘ચપ્પલ પ્રોટેસ્ટ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાંકાના જણાવ્યા મુજબ આ વિરોધ મહિલાઓ સાથે એકતા દર્શાવવા માટે કરવામાં આવશે. પ્રકાશ રાજે પણ લોકોને વિરોધમાં જોડાવા અપીલ કરી હતી અને આ કાર્યક્રમને લોકશાહી બચાવવાની લડતનો ભાગ ગણાવ્યો હતો. આ વિરોધ પહેલાં બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સ્થળ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

દરમિયાન, કર્ણાટક યુથ કોંગ્રેસે બુધવારે રાત્રે ફ્રીડમ પાર્ક ખાતે મશાલ સરઘસ યોજ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન જ્ઞાનેશ કુમારનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને ચૂંટણી પંચની ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે યુથ કોંગ્રેસના અનેક કાર્યકરોને અટકાયતમાં લીધા હતા.

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) દ્વારા પણ આજે રાજ્યભરમાં ‘Black Day’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલા વિરોધ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વિપક્ષી નેતાઓની અટકાયતના વિરોધમાં આ કાર્યક્રમનું આહ્વાન કરવામાં આવ્યું છે. બેંગલુરુમાં મુખ્ય વિરોધ KPCCની ક્વીન્‍સ રોડ સ્થિત ઓફિસ ખાતે સવારે 10:30 વાગ્યે યોજાવાનો છે. આ ઉપરાંત જિલ્લા અને બ્લોક/મંડલ સ્તરે પણ વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે. CJPના સ્થાપક અભિજીત દિપકેએ બેંગલુરુ વિરોધ માટે ‘સરપ્રાઇઝ’ની વાત કરી હતી, જે ધ્રુવ રાઠી અને પ્રકાશ રાજના જોડાવાથી સામે આવી છે. ધ્રુવ રાઠીએ દિલ્હીના જંતર-મંતર ખાતે 10 ઓક્ટોબરે વધુ એક વિરોધ યોજાવાની માહિતી પણ આપી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular