Saturday, October 4, 2025
HomeGeneralકેનેડાની ત્રણ કોલેજોને તાળાં વાગતા અનેક ગુજરાતી વિધાર્થી અટવાયા

કેનેડાની ત્રણ કોલેજોને તાળાં વાગતા અનેક ગુજરાતી વિધાર્થી અટવાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરા: વિદેશ ભણવા જવા માગતા ગુજરાતીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વિદેશ ભણવા જવાની ઘેલછામાં વિદેશની કોલેજો વિશે યોગ્ય તપાસ કર્યા વગર જ એડમિશન લઈ લેતા હોય છે અને પછી પછતાવવાનો વારો આવતો હોય છે. આવું જ કઈક ગુજરાતી યુવાનો જોડે બન્યું છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના 100 થી વધારે વિધાર્થીઓ કેનેડામાં ફસાઈ ગયા છે. જેમાંથી 10 વડોદરાના છે. કેનેડા ક્યુબેક પ્રાંતમાં આવેલી મોન્ટિરયલની ત્રણ કોલેજોને બંધ કરવામાં આવતા વિધાર્થીઓ સંકટમાં મુકાયા છે. મોન્ટિરયલની સીસીએસક્યુ, કોલેજ ઓફ એલસ્ટાયજ અને એમ કોલેજને તાળાં વાગતા અનેક વિધાર્થીઓ અટવાઈ ગયા છે.

- Advertisement -

ગુજરાતના યુવાનો અભ્યાસ કરવા માટે ટોરન્ટો, આલ્બાર્ટાના કેલગરી, સસ્કાચેવન, રેજીવા,એડમોન્ટન જેવા શહેરોમાં વધુ જતાં હોય છે. ભારતીય એજન્ટો દ્વારા ઘણી બધી ખાનગી કોલેજોનું મેનેજમેન્ટ કરતાં હોવાના કારણે દસ્તાવેજ સહિત અનેક ગોટાળા સામે આવતા કેનેડાની સરકારે આવી કોલેજો સામે પગલાં લઈ રહી છે.

કેનેડામાં અટવાયેલા એક વિધાર્થીએ જણાવ્યુ હતું કે જે ત્રણ કોલેજો બંધ થઈ છે તે રાઈઝીક ફોનિક કંપનીની છે. તેમની પાસે ફંડ ન હોવાના કારણે કોલેજ બંધ કરી દીધી છે. જેના કારણે કામ મળવામાં પણ તકલીફ પડી રહી છે. કેમ કે કેનિડિયન નિયમ પ્રમાણે વિધાર્થી ભણતો હોય તો જ તે કોઈ જગ્યાએ કામ કરી શકે છે. કોલેજે બે અઠવાડીયાના બદલે એક મહિનાનું વેકેશન આપ્યું હતું. ત્યાર બાદ કોલેજ શરૂ જ થઈ નહીં. એડમિશન લેતાં પહેલા કોઇ પણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી બની ગયો છે. જે પ્રસિદ્ધ કોલેજ હોય તેમાં જ એડમિશન લેવું.


સમગ્ર મામલે ગ્લોબલ કોલાઇન્સના ડાયરેક્ટર મેરીએ જણાવ્યુ હતું કે આ કોલેજો બંધ થવાના કારણે વિધાર્થીઓને કોઈ તકલીફ નહીં આવે. જેમને ડિગ્રી પૂરી થતી હશે તેમેને ડિગ્રી આપવામાં આવશે. ઉપરાંત બીજા વિધાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર મળી શકશે. કેનેડામાં વિધાર્થી અટવાયા હોવા બાબતે વડોદરા જિલ્લા કલેક્ટરે કોઈ ઇન્કવાયરી આવી ન હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત સાંસદ રંજનબહેન ભટ્ટે કહ્યું હતું કે હજુ સુધી કોઈ વાલીઓએ આ બાબતે સંપર્ક કર્યો નથી, જો કોઈને મદદ જોઈશે તો તાત્કાલિક વિદેશ મંત્રાલયમાં જાણ કરીને મદદ કરવામાં આવશે.


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular