નવજીવન ન્યૂઝ. કચ્છ : બુધવારે સવારે ભુજમાં લેન્ડ થયેલા પ્લેનનાં એન્જીન કવર ન હોવાને મામલે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસ કરવામાં આવી છે. પ્લેનમાં ક્રુ મેમ્બર સહિત 70 પેસેન્જર સવાર હતા. મુંબઈથી ભુજ આવતી ધી એલિયન્સ એરની આ ફલાઇટ હતી.

ATR 72-600 નંબરવાળી આ ફલાઇટ બુધવારે સવારે સુરક્ષિત રીતે ભુજ એરપોર્ટ ઉપર ઉતરી ત્યારે પ્લેનનાં એન્જીનનાં કવર ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સંભવતઃ આ કવર મુંબઇ એરપોર્ટ ઉપર જ નીકળી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે ભુજ એરપોર્ટના ડિરેક્ટર નવનીત ગુપ્તાએ જણાવ્યું હતું કે, એન્જીન કવર જેને ટેક્નિકલ ભાષામાં કાઉલિંગ કહેવાય છે તે ન હોવાનું ધ્યાનમાં આવતા મુંબઇ જતી ફ્લાઈટને રોકી દેવામાં આવી છે.
એન્જીન કવર વિના જ પ્લેન છેક મુંબઈથી ભુજ આવી પહોંચવાની ઘટનાને DGCA દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












