નવજીવન ન્યૂઝ. આણંદઃ આણંદના બોરસદમાં ગઈકાલ મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતાં સામ-સામે પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે 50 ટીયર ગેસના સેલ અને 30 રબરની ગોળીઓનો મારો ચલાવો પડયો હતો. બોરસદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાતા રેન્જ આજી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. હાલમાં SRPની બે કંપની બંદોબસ્તમાં સામેલ કરાઇ છે.
બોરસદમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે તોફાન ફાટી નીકળ્યું હતું. બોરસદના બ્રાહ્મણવાળા વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાની આસપાસ બે જૂથ વચ્ચે કલાકો સુઘી પથ્થરમારો ચાલ્યો હતો. પથ્થરમારાના બનાવમાં ચાર વ્યક્તિ અને એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં ટોળાને વિખેરવા માટે પોલીસે 50 ટીયર ગેસના સેલ છોડયા હતા. ઉપરાંત 30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કરવામાં આવ્યું.
પોલીસ અધિકારીના જણાવ્યું અનુસાર, બોરસદમાં રાત્રિના 9:30 વાગ્યે ધાર્મિક સ્થળની પાસે એક વિવાદિત પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં અન્ય ધાર્મિક સમુદાયના લોકો ઇંટો નાખતા હતા. જે બાબતે બંને કોમના સમુદાય વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને બંને સમુદાયના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. વિવાદિત જગ્યા હોવાથી જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી સૌને શાંતિ રાખવા અપીલ પોલીસે કરી હતી. ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ અને અન્ય આગેવાનોને બોલાવીને વાત થાળે પાડી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન એક પક્ષના લોકોએ અન્ય પક્ષના ધાર્મિક પક્ષના લોકો સાથે ઝઘડો કરીને એક વ્યક્તિને પેટમાં ચપ્પુ મારી દીધુ હતું. આથી બંને પક્ષ સામ-સામે આવી જતા તોફાનફાટી નીકળ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











