નવજીવન ન્યૂઝ. ભુજઃ ભુજમાં એક છકડા ચાલક મોજશોખ પુરા કરવા અને પૈસાદાર થવા માટે શોર્ટકટ રસ્તો અપવનાવા જતાં પોલીસ સંકજામાં આવી ગયો છે. ભુજના (Bhuj) એક છકડા ચાલકે મોજશોખ પુરા કરવા ઘરે જ નકલી નોટ (Fake Currency Note) છાપવાનું શરૂ કર્યું હતું. જોકે શરૂઆતમાં બજારમાં અસલી નોટોની સાથે નકલી નોટો વટાવી લેતા વધુ નકલી ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. પરંતું થોડા જ સમયમાં પોલીસના (Bhuj Police) હાથમાં આવી જતાં પૈસાદાર થવાનું સપનું રોળાઈ ગયું અને જેલના સળિયા પકડવાનો વારો આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, ભુજ LCBની ટીમને નકલી નોટ અંગેની માહિતી મળતા નખત્રાણાના દેવાશિષ હોસ્પિટલ પાછળ આવેલા સુરલભીટ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય શ્રવણ મલ નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસને શ્રવણના છકડામાંથી કેટલીક નકલી નોટ મળી આવતા શ્રવણના ઘરે જઈને પણ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન શ્રવણના ઘરમાંથી પણ નકલી નોટ મળી આવી હતી. પોલીસે નકલી નોટો સાથે શ્રવણની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીને પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આરોપીએ યુટ્યુબ પરથી નકલી નોટ છાપવાનો વીડિયો જોઈને નવું કલર સ્કેનર ખરીદ્યું હતું. ત્યારબાદ અસલી નોટને સ્કેન કરીને શરૂઆતમાં 10, 20 અને 50 રૂપિયાની નકલી ચલણી નોટો છાપી હતી. જે નકલી નોટ સાથે એક-બે અસલી નોટ રાખીને માર્કેટમાં વટાવી પણ હતી. જોકે તેમાં સફળતા મળતા પૈસાની લાલચે વધુ નોટો છાપવાનું શરૂ કર્યું હતું. પોલીસને શ્રવણ પાસેથી 100ની 85 નોટ, 50ની 33 નોટ, 20ની 11 નોટ, 10ની 9 નોટ સાથે કુલ 10,460 રૂપિયાની નકલી ચલણી નોટ મળી આવી હતી. સાથે જ કલર પ્રિન્ટર, મોબાઈલ, છકડો, કાગળ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં શ્રવણ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
TAG: Bhuj Latest News in Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








