Friday, November 7, 2025
HomeGujaratBhavnagarહત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયો: કોંજળીમાં વૃદ્ધાની હત્યા કેસમાં ભાવનગર LCB એ...

હત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયો: કોંજળીમાં વૃદ્ધાની હત્યા કેસમાં ભાવનગર LCB એ આરોપીને પકડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મહુવા તાલુકાના કોંજળી ગામે એક વૃદ્ધ માજીની હત્યા કરી સોનાના દાગીનાની લૂંટના ગંભીર અને વણશોધાયેલા ગુન્હાનો સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર (ભાવનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ, LCB ઇન્સપેક્ટર એ.આર.વાળાના નેતૃત્વ હેઠળની ટીમે આ કેસમાં તપાસનું ચક્ર ગતિમાન કર્યું હતું.

- Advertisement -

તા. ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ બનેલા આ બનાવ અંગે LCB ટીમે ગુન્હાખોરીની ટેવવાળા શખ્સોની તપાસ કરી અંગત બાતમીદારોની મદદ લીધી હતી. આ દરમિયાન, LCBને સચોટ બાતમી મળી કે કોંજળી ગામનો રહેવાસી વિપુલ ગીરધરભાઇ વાળા લૂંટના દાગીના વેચવા માટે ફરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે વિપુલ વાળા (ઉં.વ. 34, રહે. કોંજળી) ને આજે, તા. ૦૬/૧૧/૨૦૨૫ ના રોજ, LCB ઓફિસે લાવીને પૂછપરછ કરી હતી. સઘન પૂછપરછ દરમિયાન આરોપી વિપુલે હત્યા સાથે લૂંટનો ગુન્હો કર્યાની કબૂલાત આપી હતી. જોકે, તેણે લૂંટમાં મેળવેલા સોનાના દાગીના નદીના વહેતા પાણીમાં ફેંકી દીધા હોવાનું જણાવ્યું હતું.

આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૩૦૯(૬), અને ૩૩૨(બી) હેઠળ ગુન્હો નોંધાયેલો છે. પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ સબ ઇન્સ. વી.સી.જાડેજાની ટીમે કોંજળી ગામે વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલી દીધો છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular