નવજીવન ન્યૂઝ. ભરૂચ: છેલ્લા કેટલાક સમયથી ભરૂચમાં સાયબર ક્રાઇમ (Cyber crime in Bharuch)ની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો હતો, જેના કારણે ભરૂચ SP ડૉ. લીના પાટિલે (Bharuch SP Dr. Leena Patil) ભરૂચ પોલીસને સૂચના આપી હતી કે સાયબર ક્રાઇમને લગતા કેસમાં ખાસ ઇનવેસ્ટીગેશન કરવામાં આવે. આ સૂચનાને લઈને ભરૂચ પોલીસ (Bharuch Police) દ્વારા એક 42 લાખના ઠગાઇ કેસની તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન પોલીસને 150 કરોડ જેટલી રકમના બોગસ ગોલ્ડ ટ્રેડીંગ અંગે જાણકારી મળી હતી.
થોડા સમય અગાઉ ભરૂચ સાયબર ક્રાઇમમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે ગોલ્ડ ટ્રેડિંગમાં 40 ટકાનું રિટર્ન મળશે તેવી લાલચ આપીને તેમની સાથે 42 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. ભરૂચ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી તે દરમિયાન આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક રીતે આ આરોપીઓ પાસેથી 27 એકાઉન્ટમાંથી 30 કરોડની હેરાફેરી થઈ હોય તેવું સામે આવ્યું હતું.
ત્યાર બાદ જ્યારે ભરૂચ પોલીસ દ્વારા આ આરોપીની વધારે પૂછપરછ અને કેસની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે વધુ 9 એકાઉન્ટમાં 120 કરોડ રૂપિયાની હેરફેરની માહિતી પોલીસને મળી હતી. આ કેસમાં પોલીસ દ્વારા 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, ઉપરાંત આ સમગ્ર કેસમાં માસ્ટર માઇન્ડ આરોપી દુબઈમાં હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીએ દેશના અન્ય રાજ્યોમાં પણ આવું ફ્રોડ કર્યું હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી પોલીસ વધુ તપાસ હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








