Sunday, April 19, 2026
HomeGujaratબનાસકાંઠાઃ મધરાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત

બનાસકાંઠાઃ મધરાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ રાજ્યમાં છાસવારે માર્ગ અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, જેમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે બનાસકાંઠામાં પણ આ પ્રકારનો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. બનાસકાંઠાના રાણપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે.

ટ્રેલર સાથે ટક્કર થતાં કારનું પડીકુ

પ્રાપ્ત વિગત અનુસાર, બનાસકાંઠાના કાંકરેજના થરા-રાણકપુર પાસે ટ્રેલર અને કીયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચની ટક્કર એટલી જબરજસ્ત હતી કે, કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માત અંગે પોલીસે તપાસ શરૂ કરી

કારમાં સવાર 4 લોકો ઉણ ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થતાં સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હજી સુધી અકસ્માતનું કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરી સ્થળ પરથી ટ્રેલર કબ્જે લીધું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular