Friday, May 1, 2026
HomeGujaratATSના એક PIએ લખ્યું પુસ્તકઃ 'હિમાંશુ શુકલઃ ધ પેરામાઉન્ટ કોપ' જાણો કઈ...

ATSના એક PIએ લખ્યું પુસ્તકઃ ‘હિમાંશુ શુકલઃ ધ પેરામાઉન્ટ કોપ’ જાણો કઈ બાબતો છે આ પુસ્તકમાં

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન અમદાવાદ): ગુજરાત એટીએસ (Gujarat ATS)માં ફરજ બજાવતા 2008 બેચના પોલીસ ઈન્સપેકટર ચેતન જાદવે 2015થી 2021ના સમયગાળામાં ડીઆઈજી હિમાંશુ શુકલ (Himanshu Shukal)ના નેતૃત્વમાં ગુજરાત એટીએસ દ્વારા પાર પાડવામાં આવેલા વિવિધ ઓપરેશનની વિગત સાથે ધ પેરાઉમાન્ટ કોપ હિમાંશુ શુકલ (The Paramount Cop Himanshu Shukla) નામનું પુસ્તક લખ્યું છે. જે બહુ જલદી પ્રસિધ્ધ થશે. અત્યંત સામાન્ય પરિવારમાં આવતા ચેતન જાદવ (Chetan Jadav) ને આમ તો ગુજરાત જાહેર સેવા આયોગની પરિક્ષા પાસ કરવી હતી.


ફીઝીકસ વિષય સાથે અનુસ્નાત થઈ લેકચર તરીકે કામ કરી રહ્યા હતા, પરંતુ ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા 2008માં ગુજરાત પોલીસમાં પોલીસ સબઈન્સપેકટર તરીકે સામેલ થયા હતા. વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા ઈન્સપેકટર જાદવને જ્યારે ગુજરાત એટીએસમાં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે હિમાંશુ શુકલ સાથે કરેલા કામને કારણે તેઓ તેમનાથી ખુબ પ્રભાવીત થયા જેના પરિણામ સ્વરૂપ તેમણે આ પુસ્તક લખ્યું છે.

- Advertisement -

ચેતન જાદવ લિખિત આ પુસ્તકમાં કુલ 51 પ્રકરણ છે, 2015માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી ડીસીપી હિમાંશુ શુકલને ડીઆઈજી તરીકે બઢતી મળી ગુજરાત એટીએસમાં મુકવામાં આવ્યા ત્યાંથી આ પુસ્તકનો પ્રારંભ થાય છે છ વર્ષના ગાળામાં ગુજરાત એટીએસ દ્વારા સફળતા પુર્વક પાર પાડવામાં આવેલા તમામ ઓપરેશનની વિગત આ પુસ્તકમાં સામેલ કરવામાં આવી છે. જેમાં પરેશ ભાસ્કર કેસનો 16 વર્ષથી દિલ્હીમાં છુપાયેલા આરોપીને ઝડપી લેવા સહિત કમલેશ તિવારી કેસ, કલકત્તા આતંકી હુમલાનો કેસ, ભરૂચ ડબલ મર્ડર કેસ લાલ કિલ્લા ઉપર હુમલાના કેસ સહિત બારીક વિગતો આ પુસ્તકમાં છે આમ કુલ ચાર ડઝન કરતા વધુ ઓપરેશનને કઈ રીતે પાર પાડવામાં આવ્યા તેનું સચોટ નિરૂપણ કર્યું છે.



ચેતન જાદવ લેખક નથી એક પોલીસ અધિકારી છે જેના કારણે તેમા સાહિત્યીક છાંટનો અભાવ હોવો સ્વભાવીક છે, ભાષા અને લેખનના મામલામાં પણ તેમણે એક લેખક તરીકે વિચારવાને બદલે સિનિયર-જુનિયરના પ્રોટોકોલને ધ્યાનમાં લેવામાં આવ્યો છે તે જોઈ શકાય છે. આમ છતાં વિગતોની દ્રષ્ટીએ પુસ્તકમાં વિગતોનો પહાડ છે. નવા પોલીસ અધિકારીઓ સહિત જેમણે એટીએસમાં કામ કર્યું નથી તેવા પોલીસ અધિકારીઓ માટે માહિતીનો ખજાનો છે, આ ઉપરાંત સામાન્ય વાંચકને વાંચવુ ગમે તેવો આ પ્રયાસ છે, જાદવનો આ પહેલો પ્રયાસ છે, પરંતુ એક ગુજરાતી પોલીસ અધિકારી તરીકે તેમણે કરેલો આ પ્રયાસ અભિનંદનને પાત્ર છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular