નવજીવન ન્યૂઝ. અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ કોરોનાકાળ દરમિયાન સદંતર નિષ્ફળ નિવળ્યું હતું. આ વચ્ચે વેક્સિનનો ટાર્ગેટ પુરો કરવામાં પણ આરોગ્ય વિભાગ આંખો બંધ કરીને કામગીરી કરતું હોય તેવો પુરાવો સામે આવ્યો છે. મોડાસામાં મૃતક મહિલાના નામે વેક્સિનનો બીજો ડોઝ લેવાઈ ગયો ત્યાં સુધી આરોગ્ય વિભાગને જાણ નથી. મોડાસા તાલુકા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીથી અનેક સવાલો ઊઠી રહ્યા છે.
મૃતક મહિલાના પુત્રના મોબાઇલ પર મેસેજ આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, રમિલાબેન મહેન્દ્રભાઈ શ્રીમાળી નામના મહિલાએ 1 સપ્ટેમ્બર 2021ના રોજ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. અગમ્ય કારણોસર મહિલાનું મૃત્યુ 30 સપ્ટેમ્બર 2021ના રોજ થયું હતું. મૃતક મહિલાના મૃત્યુના પાંચ મહિના પછી પુત્રના મોબાઈલ પર મેસેજ આવ્યો કે, રમિલાબહેન મહેન્દ્રભાઈ શ્રીમાળીએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. આ મેસેજ આવતા જ આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. મૃતક મહિલાએ 17 ફેબ્રુઆરી 2022ના રોજ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાનો મેસેજ આવતા જ આરોગ્ય વિભાગની વેક્સિનેશન કામગીરી હવે સવાલોના કુંડાળામાં કેદ થઇ છે.
સરકાર દ્વારા લોકોને વેક્સિન આપવાની અને કોઇ વ્યક્તિ વેક્સિનથી બાકી ન રહી જાય તેવા આશય સાથે આ કામગીરી કરવા આરોગ્ય વિભાગને સૂચનો કર્યા છે અને આ માટે આગોતરૂ આયોજન પણ કર્યું હતું જોકે, અધિકારીઓ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે નવા નવા પેંતરા અપનાવીને વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવાની દીશામાં જોરશોરથી આગળ વધી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગે છે.
આ પહેલા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે તરૂણોની 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરીને સમગ્ર રાજ્યમાં પ્રથમ બન્યું છે ત્યારે આ પણ સવાલોના આવી ગયું છે કે, તરૂણોની વેક્સિનેશન કામગીરી પણ આવી જ રીતે કરવામાં આવી હશે કે શું?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












