નવજીવન ન્યૂઝ. આણંદ: કહેવાય છે કે ગુજરાતમાં દારૂબાંધી છે પરંતુ જ્યારથી અમલમાં થઈ ત્યારથી અત્યાર સુધી દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ રહી છે. ગુજરાતમાં કોઈ એવો જિલ્લો નહીં હોય જ્યાં રોજબરોજ દારૂને લગતા ગુના પોલીસ ચોપડે નોંધાતા નહીં. પ્યાસીઓની પ્યાસ બુજવવા માટે બુટલેગરો અવનવા કિમયા અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે. ત્યારે આણંદમાં બુટલેગરના દારૂ છુપાવવાની તરકીબથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આણંદ લોકો ક્રાઇમ બ્રાન્ચને બોરસદના બોચાસણ પાસે દારૂના હેરાફેરી અંગેની માહિતી માહિ હતી. માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરતા પોલીસના હાથે ગ્રીસના ડબ્બાઓ હાથે લાગ્યા હતા. પરંતુ ચોક્કસ બાતમી હોવાના કારણે પોલીસે વધુ તપાસ કરતાં ડબ્બાની અંદરથી ગ્રીસના બદલે દારૂની બોટલો નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ગ્રીસના ડબ્બામાં દારૂની હેરફેરી થતી હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ગ્રીસના ડબ્બાઓમાંથી કુલ 1,779 બોટલ જપ્ત કરી છે. ઉપરાંત કુલ 10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.