Sunday, November 8, 2026
HomeGeneralઆણંદઃ તોડફોડના કેસમાં શહેર ભાજપ મહામંત્રી સહિત 4ની મહિના પછી ધરપકડ, કોર્ટમાં...

આણંદઃ તોડફોડના કેસમાં શહેર ભાજપ મહામંત્રી સહિત 4ની મહિના પછી ધરપકડ, કોર્ટમાં મળી ગયા જામીન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ વિદ્યાનગર ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થા ચારૂતર વિદ્યામંડળમાં હમણા એક જ મહિના પહેલા એક ઘટના બની હતી જેમાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસમાં આરોપી એવા શહેર ભાજપ મહામંત્રી અને સ્ટોન પરિવારના સભ્ય દિલેશ જાદવ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તે તમામના જામીન મંજુર કર્યા છે.

- Advertisement -

બાબત એવી હતી કે ચારૂતર વિદ્યામંડળ ટ્રસ્ટની ભાઈકાકા સ્ટેચ્યૂ પાસે બિનખેતી લાયક જમીન છે ત્યાં વર્ષો પહેલા ક્વાટર્સ હતા. જે મિલકતમાં આવેલા ક્વાટર્સ જર્જરિત થઈ જતાં તેને ઉતારી લેવાયા હતા તે પછી નજીકમાં નવી હોસ્ટેલ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. આ મામલે વિદ્યાનગર સ્ટોન પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં વાર-તહેવારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા હતા. હવે જાહેર માર્ગ પર અગવડ ન પડે એટલે લગભગ પાંચ વર્ષથી કામચલાઉ રીતે આ જમીનનો ઉપયોગ કરવાની સંસ્થા પાસે હંગામી પરવાનગી માગતા સંસ્થાએ અમુક સમય માટે જ જગ્યા વાપરવાની મંજુરી આપી હતી.

જે જમીનના મુદ્દાને લઈ સ્ટોન પરિવારના સંચાલકોમાં નારાજગી હતી. ગત 28મી મેએ રાત્રે ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરી હતી. જે મામલે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ તોડફોડને પગલે દિલેશ જાદવ, તેનો ભાઈ વિજય ચંદુ જાદવ, અજય જાદવ અને જયદિપસિંહ વાઘેલા નામના શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા જોકે મોડી સાંજે તેમને જામીન મળી ગયા હતા અને તેમનો છૂટકારો થયો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular