નવજીવન ન્યૂઝ. આણંદઃ ગુજરાતમાં દારૂબંઘી હોવા છતાં રોજબરોજ દારૂને લગતા અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે ગઈકાલે આણંદ પોલીસ દ્વારા નબીરાઓની એક દારૂપાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આણંદના એક ફાર્મ હાઉસમાં બર્થ-ડે પાર્ટી કરવા ભેગા થયેલા યુવક અને યુવતીઓ દારૂની રેલમછેલ કરતા હતા ત્યારે પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલુ હતી તે જ દરમિયાન પોલીસે રેડ અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે હાલ તમામ નબીરાઓની શાન ઠેકાણે લાવી ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલ રાત્રે આંકલાવના પોલીસ સબ ઈન્સપેક્ટર એચ.એમ. રાણાને માહિતી મળી હતી કે, આણંદમાં આંકલાવના નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વીલા ફાર્મ બંગલા નંબર-2માં કેટલાક યુવકો અને યુવતીઓ દારૂની મહેફિલ કરી રહ્યા છે. પોલીસે માહિતીના આધારે ફાર્મ હાઉસ પર જઈને રેડ કરતાં ફાર્મ હાઉસ પર જોર જોરથી સ્પીકરમાં ગીતો વગાડીને નબીરાઓ દારૂની મજા મણતા ડાન્સ કરી રહ્યા હતા. ફાર્મ હાઉસમાં 10 યુવતીઓ અને 15 યુવકો હાજર હતા. પોલીસને ફાર્મ હાઉસ પરથી 10 દારૂની બોટલ્સ પણ મળી આવી હતી.

પોલીસે ફાર્મ હાઉસ પરથી દારૂની 3 ભરેલી બોટલ, 5 ખાલી બોટલ અને 2 અડધી બોટલ મળી આવી હતી. આ પાર્ટી કોઈ યુવતીના જન્મદિન નિમિતે રાખવામાં આવી હતી. બર્થ-ડે પાર્ટી માટે ફાર્મને ભાડે રાખવામાં આવ્યો હતો. પોલીસે હાલ તમામ ધનાઢ્ય પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ આંકલાવ પોલીસે ઝડપી પાડ્યા છે. તમામ લોકો વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે ફાર્મ હાઉસના માલિક મ્રુગેશ શાહ સામે પણ ગુનો દાખલ કર્યો છે. જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે ફાર્મ હાઉસમાંથી બ્રીજેશા ઉર્ફે નીયતી જશુ પરીખ, રાધીકા હરીશ સોની, પ્રીતી મોહન ભારધ્વાજ, આયુષી નીશીથ ચૌધરી, એશ્વર્યા ઉર્ફે પ્રાચી સિન્હા, હેત્વી રાજેશ આહીર, આયુષી આશીશ દવે, સાક્ષી મંજુલ જેઠવા, રીમ્પી રાજકુમાર રેય, સીધ્ધી કલમ ભુવા, સાગર સુનીલ શાહ, મુરેશ રમેશ પ્રજાપતિ, સોમેશ બદ્રીલાલ તૈલી, વરૂણ દીનેશ પટેલ, ક્ષીતીજ શૈલેન્દ્ર રાય, ઓમ કેજલ પટેલ, આકાશ વિક્રમ ડાકી, આદીત્ય ભાનુ પુરોહીત, દીપક રાણા ભરવાડ, અજય નટવર મકવાણા, રોહન હીતેશ મોચી, પાર્થ કીશોર મુલાણી, હર્શીત શીવપ્રસાદ લંકે, કર્તવ્ય પરેશ મહેતા, શીવમ વિનોદ રાયને પકડી પાડી આંકલાવ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.








