નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારતીય મૂળના અમેરિકન ડૉક્ટરે વડાપ્રધાન મોદી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને બિઝનેસમેન ગૌતમ અદાણી સામે કેસ દાખલ કર્યો છે. આ મામલો ભ્રષ્ટાચાર અને પેગાસસ સ્પાયવેર સહિત ઘણા મુદ્દાઓ સાથે સંબંધિત છે. આ મામલે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તમામને સમન્સ જારી કર્યા છે. ભારતીય અમેરિકન એટર્ની રવિ બત્રાએ આ કેસને “નિરર્થક મામલો” ગણાવ્યો છે.
રિચમન્ડ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉક્ટર લોકેશ વયુરુએ પીએમ મોદી, આંધ્રના સીએમ અને ઉદ્યોગપતિ અદાણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ સિવાય વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના સંસ્થાપક અને પ્રમુખ પ્રોફેસર ક્લાઉસ શ્વેબનું નામ પણ આ કેસમાં સામેલ છે. લોકેશ વયુરુ દ્વારા 24 મેના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે 22 જુલાઈએ સમન્સ જારી કર્યું હતું. ભારતમાં સમન્સ 4 ઓગસ્ટે મોકલવામાં આવ્યું હતું, જ્યારે સમન્સ ક્લાઉસ એમ શ્વેબને 2 ઓગસ્ટના રોજ પહોંચ્યું હતું.
આ દાવો 24 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. જેના પગલે કોર્ટે 22 જુલાઈએ સમન્સ જારી કર્યા હતા. ભારતમાં તેમને 4 ઓગસ્ટના રોજ અને 2 ઓગસ્ટના રોજ સ્વિટ્ઝર્લેન્ડના શ્વાબને બોલાવવામાં આવ્યા હતા. જોકે ડો. વયુરુ પાસે તેમના કેસને સમર્થન આપવા માટે કોઈ પુરાવા કે દસ્તાવેજો નથી. જ્યારે ન્યૂયોર્કના એટર્ની બત્રાને આ બાબતે પૂછવામાં આવી તો તેણે કહ્યું કે, ‘આ એક વ્યર્થ કેસ છે, વયુરુ પાસે ઘણો ખાલી સમય હતો. તે ફોરેન સોવરિન ઈમ્યુનિટી એક્ટ વિરુદ્ધ અમેરિકાના સહયોગી ભારતને બદનામ અને અપમાનિત કરવાના ઉદ્દેશ્યથી આવું કરી રહ્યો છે. તેમણે કહ્યું કે ‘આ અર્થહીન કેસનો હેતુ બધા સમજી ગયા છે, તો જ કોઈ વકીલ તેમનો પક્ષ લેવા તૈયાર નથી’.








